પીંપળી (ભાગળ) ગામની પ્રાથમિક શાળામાં “ટોરેન્ટ બાળ આરોગ્ય સહાયતા કેન્દ્ર”, છાપી દ્વારા એનિમિયા, કુપોષણ તથા વ્યસન મુક્તિ અંગેનો કાર્યક્રમ યોજાયો

0
9

આજ રોજ તારીખ 18/07/2022ને મંગળવાર પીંપળી (ભાગળ) ગામની પ્રાથમિક શાળામાં “ટોરેન્ટ બાળ આરોગ્ય સહાયતા કેન્દ્ર”, છાપી દ્વારા એનિમિયા, કુપોષણ તથા વ્યસન મુક્તિ અંગેનો કાર્યક્રમ યોજાયો. સ્કૂલના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી તથા શિક્ષણગણોએ ટોરેન્ટ બાળ આરોગ્ય સહાયતા કેન્દ્ર, છાપીના સ્ટાફમિત્રો(હરપાલસિંહ, મૌલિકભાઈ, દિલીપભાઈ અને સંજયસિંહ)નું સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં હરપાલસિંહ ચુડાસમાએ બાળકો પોષણયુક્ત આહાર લે અને વ્યસનથી દૂર રહી પોતાનું સ્વાસ્થ્ય સારું રાખે તે માટે માહિતી આપવામાં આવી. ત્યાર બાદ નજીકના સ્થળે સ્થિત ટોરેન્ટ બાળ આરોગ્ય સહાયતા કેન્દ્ર છાપીની પ્રાથમિક સેવાઓ અંગેની જાણકારી આપવામાં આવી અને યુ. એન. એમ. ચિલ્ડ્રન હોસ્પિટલ, સુરત જેમાં 18 વર્ષ સુધીના બાળ દર્દીઓને નજીવા દરે અને મા-કાર્ડ, આયુષ્માન કાર્ડ ધારકોને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે તેની માહિતી ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ, શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકશ્રીઓને આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here