Gj18 મહાનગરપાલિકાની ચૂંટણી માં મતદાન કરી પોતાની ફરજ અદાકરવા બદલ પાટનગરવાસી ઓ નો ભાજપા અધ્યક્ષ રુચિર ભટ્ટે આભાર વ્યક્ત કર્યો હતો

0
6

ભજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ સહીત કાર્યકરતા ઓ ને અભિનંદન પાઠવ્યા

5 મી ઓક્ટોબર ના રોજ જનતા ના આશીર્વાદ થી ભાજપા ના પક્ષ માં પ્રચંડ જનાદેશ આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો

ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણી સંપન્ન થઇ છે, તયારે મહાનગર ભાજપા પ્રમુખ રુચિર ભટ્ટે લોકશાહી નું પર્વ એટલે ચૂંટણીપ્રક્રિયા માં ભાગ લઈ મતદાન કરી પોતાની ફરજ અદા કરવા બદલ સૌ પાટનગર વાસી ઓ નો આભાર વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, ર્ડા દીપિકા સરડવા, તેમજ પ્રદેશ નેતૃત્વગણ ને સમગ્ર ચૂંટણી અભિયાન દરમિયાન માર્ગદર્શન આપવા બદલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો છે

બનાસ ગૌરવ ના પત્રકાર જીતેન્દ્ર પટેલ સાથેની વાતચીત માં ભાજપા પ્રમુખ રુચિર ભટ્ટે જણાવ્યું કે ભાજપાના કાર્યકરો ભાજપા ની તાકાત છે જે પ્રમાણે કાર્યકર્તા ઓ એ નિષઠાપૂર્વક પોતાની જવાબદારી નિભાવી છે તે બદલ હું મહાનગર ના પ્રત્યેક કાર્યકર, મંડળ ના પ્રમુખ / મહામંત્રી, સેલ ના હોદેદારો ને અભિનંદન પાઠવું છું ભાજપા ના ભવ્યવિજય માં કાર્યકરતાનું ખુબજ મોટુ યોગદાન રહેવા નું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપા ની વિકાસ અને રાષ્ટ્રવાદ ની વિચારધારા તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી, ગાંધીનગર લોકસભા ના સાંસદ અને કેન્દ્રીય ગ્રુહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલ ના પાટનગર ને સ્વચ્છ, સુંદર, હરિયાળુ, વિકસિત અને આધુનિક બનાવવાના સંકલ્પ ને સાકાર કરવા ના વિચાર ને જનતા એ સમર્થન આપ્યુ છે 5 ઓક્ટોબર ના રોજ જનતાના આશીર્વાદ થી ભાજપા ના પક્ષ માં પ્રચંડ જનાદેશ આવશે તેવો મહાનગર ભાજપા પ્રમુખ રુચિરભટ્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here