Gj 18 લાયન્સ ક્લબ ઓફ ફેમિના અને રામજી મંદિર કણભા ના સહયોગ થી મેડિકલ કેમ્પ યોજાયો

0
9


ગાંધીનગર લાયન્સ ક્લબ ઓફ ફેમિના દ્વારા વધુ એક જનહિત નું કાર્ય

મળતી માહિતી અનુસાર લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના તથા રામજી મંદિર કણભા ના સહયોગથી કણભા મુકામે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. જેમાં આંખોની તપાસ, ડાયાબિટીસ તથા બીપી ની તપાસ તથા હાડકા ની તપાસ કરવામાં આવી. જેમાં 318 લાભાર્થીએ લાભ લીધો એમાં 32 મોતિયાનું ઓપરેશન 241 ચશ્માનું વિતરણ 306 ડાયાબિટીસ ચેકઅપ તથા 94 વ્યક્તિએ હાડકાની તપાસ કરાવી.


આ કેમ્પ માં લાયન્સ ક્લબ ફેમિનાના પ્રેસિડન્ટ વૈશાલી જોષી તથા રામજી મંદિરના મહંત શ્રી પરશુરામ દાસજી ના નેતૃત્વ હેઠળ યોજાયો હતો. જેમાં ડીસ્ટ્રીક ડાયરેક્ટર વિઝન લાયન જયંતીભાઈ પ્રજાપતિ તથા રિજિયન ચેરમેન મમતાબેન રાવલ તથા વટવા વિસ્તારના બી.જે.પી. વિધાનસભાના પ્રમુખ રમણભાઈ ખોડીદાસભાઇ ભોઈ હાજર રહ્યા હતા.
આ કેમ્પને સફળ બનાવવા લાયન્સ ક્લબ ફેમિના સેક્રેટરી અર્ચનાબેન દવે ટ્રેઝરર જાગૃતીબેન વ્યાસ તથા સાઇટ ફર્સ્ટ વિઝન ના ચેરમેન ડિમ્પલબેન દેસાઈ તથા લાયન્સ ક્લબ ફેમિલીના સભ્યો એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here