મળતી માહિતી અનુસાર આજ રોજ ગાંધીનગર લાયન્સ ક્લબ ઓફ ફેમિના દ્વારા અનાજ ની કીટ નું વિતરણ કરવા માં આવ્યું હતું. ક્લબ ના પ્રમુખ વૈશાલી જોશી ના જણાવ્યા અનુસાર એમની સંસ્થા દ્વારા અવારનવાર સમાજ હિત ના કાર્યક્રમો કરવા માં આવતા હોય છે જેના અનુસંધાને આજ રોજ સરકારી સ્કૂલ માં ભણતા ગરીબ બાળકો અનાજ ની કીટ નું વિતરણ કરવા માં આવ્યું હતું. જે પ્રસંગે ટીમના સભ્યો અને હોદેદારો હાજર રહી કાર્યક્રમ ને આખરી ઓપ આપ્યો હતો.
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ