Gj 18 મુકામે વિચારતી વિમુક્ત સમુદાય એકતા મંચના નેજા હેઠળ ડોક્ટર પ્રકાશ કોરડીયા સાહેબ અને તેમની ટીમ દ્વારા મુખ્યમંત્રી ને રજૂઆત

0
9


NT-DNTNT-DNT સમુદાય માટે અલગ 10 ટકા અમલવારી સરકાર કરે એ માટે રજુઆત કરવા માં આવી

મળતી માહિતી અનુસાર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ ના NT-DNT સમુદાય માટે અલગ 10% અલગ અનામત ની અમલવારી ગુજરાત સરકાર કરે એ માટે આ મિશન ના કાર્યરત યુવાનો એ ગઈ કાલે રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય ની મુલાકાતે આવેલા NTDNT બોર્ડ ના રાષ્ટ્રીય ચેરમેન શ્રી ભીખુ ઈદાતે દાદા ની તેમજ બોર્ડ મેમ્બર શ્રીમતી મિત્તલબેન પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી ને આખા સમુદાય માટે ભાર પૂર્વક અસરકારક મુદ્દાઓ સાથે જે રજૂઆતો કરી ને ઘણા વર્ષો થી પડતર પ્રશ્ન ને ઉકેલવા જે યુવાનો કામ કરી રહ્યા છે. તેમના માટે આ ટૂંકા ગાળા માં રાજ્ય સરકાર ના મુખ્યમંત્રી અને કેન્ડિય અધ્યક્ષ પર પહોંચવું જાણે ખુલ્લા પગે બરફીલા પર્વતની ટોચને સ્પર્શ કરવા જેવુ અઘરું જ હતુ. પરંતુ એમના મજબૂત ઇરાદાઓ થી સમાજ ને હવે નવી આશા જાગી છે સતત રાત દિવસ મહેનત કરી ને કામ કરી રહેલા ડો. પ્રકાશભાઈ કોરડીયા. પ્રોફેસર સંજય અજાણી અને એમની સમગ્ર ટિમ ને આ તકે ખુલ્લા દિલ થી અભિનંદન આપવા રહ્યા. એક જ દિવસ માં કેન્દ્ર અને રાજ્ય ના વડા સુધી રજૂઆતો ને યોગ્ય સ્વરૂપે પહોંચાડવા માં સફળ રહેલા આ યુવાનો ને સંત શ્રી વેલનાથ દાદા પ્રેરક બળ આપે અને વિમુક્ત જાતિ ના ચુંવાળીયા કોળી સમાજ ના આ ક્રાંતિકારી મિશન ને સફળતા મળે એવી શુભેચ્છાઓ સાથે એમને સહયોગ આપનાર અમદાવાદ કોર્પોરેશન ના દંડક શ્રી રાજુભાઇ મુખી.VSSM ના શ્રીમતી મિત્તલબેન પટેલ નો પણ ખૂબ ખૂબ આભાર

બનાસ ગૌરવ દૈનિક ન્યુઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here