Gj 18 મહાનગર ચૂંટણી માં ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ દીપિકા સરડવા અને પ્રિયા પટેલ ચૂંટણી પ્રચાર મા

0
13

આજ રોજ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ ડો.દીપિકા સરડવા, ઉપ- પ્રમુખ ચંદ્રિકાબેન ગાંધીનગર મહાનગર ના મહિલા પ્રમુખ હંમેશા પ્રજા ની વચ્ચે રહેતા એવા લોક લાડીલામહિલા પ્રમુખ પ્રિયા પટેલ તેમજ ટીમના સભ્યો વોર્ડ 1,2 અને 7 માં ચૂંટણી પ્રચાર મા જોવા મળ્યા હતા. મળતી માહિતી અનુસાર મહિલા પ્રમુખ ડો દીપિકાબેન સરડવા અને એમની ટિમ તેમજ પ્રિયા પટેલ ની ટીમના સભ્યો તેમજ મોટીસંખ્યા માં બહેનો વોર્ડ 1,2, અને 7 માં ડોર ટુ ડોર પ્રચાર કરી અને ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા ને ઘેર ઘેર સુધી પહુંચાડી હતી.પાર્ટી એ કરેલા વિકાસ ના iકામોં ને લઇ પાર્ટી ના કાર્યકરો આવનાર સમય ને વધુ વિકસિત અને પ્રજા હિત માં જોવા ભારતીય જનતા પાર્ટી માટે મત માગ્યા હતા. Bg news ના પત્રકાર જીતેન્દ્ર પટેલ સાથે ની વાતચીત માં પ્રમુખ પ્રિયા પટેલ જણાવ્યું હતું કે આ ત્રણેય વોર્ડ માં પ્રજાનો જુસ્સો કંઈક અલગજ અંદાજ માં જોવા મળી રહ્યો છૅ. સમગ્ર વાતાવરણ ભારત માતાની જયકારા સાથે ગુંજી રહયુ હતું.સાથે વોર્ડ ના મતદારો ભાજપ ના કરેલા કામો ની વિકાસગતિ ને ધ્યાનમાં રાખી પ્રજા નરેન્દ્રભાઈ ની સાથે છૅ., પ્રજાભાજપે કરેલા કાર્યો નું સમર્થન કરે છૅ.જેથી પ્રજાએ દર્શાવેલા દ્રઢ મનોબળ અને આ વિશ્વાસ ને જોતા ગાંધીનગર મહાનગર માં ખીલતા કમળને કોઈ અટકાવી નહિ શકે એવુ લોકમુખે ચર્ચાઈ રહયુ છૅ. જેથી આવનાર સમય મા મહાનગર મા ભગવો લહેરાય છૅ એમાં કોઈ બે મત નથી

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here