મળતી માહિતી અનુસાર ગાંધીનગર મહાનગર વોર્ડ 7 ના ઉમેદવારો વોર્ડ ના વિસ્તાર વાવોલ માં ચૂંટણી પ્રચાર માં નજરે પડ્યા હતા. વાવોલ ગામ માં ભાજપ ના કાર્યકર ભાઈઓ અને બહેનો ભેગા મળી ડોર ટુ ડોર લોકસંપર્ક કરેલ અને ગામના પ્રજાજનો ની મુશ્કેલીઓ જાણી સમસ્યાઓ ઉકેલવાનો પ્રયત્ન કરેલ
જેમાં ભાજપ ના ઉમેદવાર ભાવના બા ગોલ,કિંજલ બેન ઠાકોર,શૈલેષભાઈ પટેલ,પ્રેમલ સિંહજી ગોલ આ ચારેય ઉમેદવારો અને આ લોક સંપર્ક રાઉન્ડ માં તમામ હોદેદારો અને મોરચા પ્રમુખ – મહા મં ત્રી અને શુભેચ્છકો મોટી સંખ્યા માં જોડાયા હતા ગાંધીનગર મહાનગર મહિલા મોરચા ના ઉપાધ્યક્ષ ઉર્મિલા પાંડે વોર્ડ મહામંત્રી મધુબેન મકવાણા અને વસાહતી ઓ દ્વારા ખુબ બુથ 89 માં સાલ્વીક શુકન સોસાયટી માં સારો એવો આવકાર આપવા માં આવ્યો હતો. તેમજ મતદારો એ વિશ્વાસ જતાવ્યો હતો કે મતદારો હંમેશા વિકાસ ની સાથે છૅ અને અને જેઓ સહુ નો સાથ સહુનો વિકાસ ભાવના ને ઉજાગર કરવા અને નરેન્દ્રભાઈ ના હાથ મજબૂત કરવા કર્મને વરેલી ભારતીય જનતા પાર્ટી ની સાથે છૅ. મહિલા બહેનો દ્વારા આ પ્રચાર ની શરૂઆત ઉમેદવારોને ભારતીય સંસ્કૃતિ મુજબ તિલક – ચાંદલો કરી શુભશરૂઆત કરવા માં આવી હતી.
બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ