G20- W20 કાર્યક્રમો અંતર્ગત સાબરડેરી ખાતે મહિલા જનભાગીદારી કાર્યક્રમ યોજાયો

0
0

હિંમતનગર તસવીર – અહેવાલ દક્ષ ભટ્ટ


આપણા યશસ્વી વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારત દેશને G20 નું પ્રમુખપદ મળ્યું એ સમગ્ર દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે.W20 (વુમન20) એ G20 સાથે સત્તાવાર રીતે જોડાયેલ ગ્રુપ છે ત્યારે ભારતને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વ ફલક ઉપર મોખરાનું સ્થાન અપાવવામાં અને દેશમાં શ્વેત ક્રાંતિ લાવવામાં ગુજરાતમાં સહકારી ધોરણે વિકસાવવામાં આવેલ અમૂલ મોડલ થકી સહકારી દૂધ વ્યવસાયે એક આગવી ભૂમિકા નિભાવી દેશના ડેરી ઉદ્યોગના વિકાસમાં મુખ્ય યોગદાન પૂરૂ પાડેલ છે. આ સમગ્ર માળખાના પાયામાં ગ્રામ્ય કક્ષાએ મહિલાઓનો ખૂબ મોટો ફાળો રહેલ છે. આજે વિષમ ભૌગોલિક પરિસ્થિતિમાં પણ પશુપાલન વ્યવસાય મહિલાઓ માટે  સ્વાવલંબન,સ્વરોજગારી,સ્વ નેતૃત્વ,સ્વાશ્રયી,સશક્તિકરણ અને આર્થિક સક્ષમતાનું શ્રેષ્ઠ સાધન સાબિત થયો છે.


W20 માં અમૂલને ઈન્સ્ટીટ્યુશનલ પાર્ટનર બનાવવામાં આવ્યુ છે ત્યારે આજે સાબરડેરી દ્વારા G20-W20 કાર્યક્રમો અંતર્ગત ડેરી ક્ષેત્રના વિકાસથી ગામડાઓમાં મહિલાઓના સશક્તિકરણને બિરદાવવા હેતુ “એક પૃથ્વી,એક પરિવાર,એક ભવિષ્ય” ના વૈચારિક અને ભવિષ્યવાદી સંદેશ સાથેના મહિલા જનભાગીદારી કાર્યક્રમનું આયોજન શ્રી ભીખુસિંહજી પરમાર, મંત્રીશ્રી, અન્‍ન અને નાગરિક પુરવઠા,સામાજીક ન્‍યાય અને અધિકારીતા,ગુજરાત સરકાર, માન.સાંસદ,સાબરકાંઠા શ્રી દીપસિંહજી રાઠોડ, મોરબી જિલ્લા ભાજપા પ્રભારી શ્રી ડૉ.હિતેશભાઇ પી.ચૌધરી, પ્રમુખશ્રી,સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી શ્રીમાન કનુભાઈ પટેલ પ્રમુખશ્રી,અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી શ્રીમાન રાજેન્દ્રકુમાર પટેલ,ચેરમેન શ્રી,સાબરડેરી અને અમુલ ફેડરેશન શ્રી શામળભાઈ બી.પટેલ, સાબરડેરી નિયામક મંડળના સદસ્યો,સાબરકાંઠા તથા અરવલ્લી જીલ્લાના મેઘરજ,ભિલોડા,ધનસુરા,બાયડ,ઇડર,ખેડબ્રહ્મા,પ્રાંતિજ તથા તલોદ તાલુકા પંચાયતના  મહિલા પ્રમુખશ્રીઓ,મોડાસા અને હિંમતનગર નગરપાલિકા પ્રમુખશ્રીઓ તથા વિશાળ સંખ્યામાં મહિલા દૂધ ઉત્પાદકોની હાજરીમાં યોજાયો હતો
ડૉ.હિતેશભાઇ ચૌધરી દ્વારા પ્રસંગે અન્ન,પોષણ,આજીવિકા,સુખાકારી માટે મહિલાઓનું યોગદાન મહત્વનુ અને મૂલ્યવાન ગણાવી મહિલા નેતૃત્વ અને મહિલાઓના રાષ્ટ્ર વિકાસમાં ભાગીદારી બાબતે સુંદર પ્રકાશ પડ્યો હતો.છે
શ્રી શામળભાઈ પટેલ દ્વારા સાબરડેરી દ્વારા મહિલાલક્ષી કામગીરીનો ચિતાર રજૂ કરી આજ પર્યંત ૩૪૮ મહિલા દૂધ મંડળીઓની રચના કરી છે,૧૨૩૨૨૮ થી વધુ મહિલા સભાસદો અને દૂધ મંડળીઓની કમિટીમાં ૧૦૨૪૦ થી વધુ મહિલાઓ પ્રતિનિધિત્વ કરી રહી હોવાનું જણાવી સાબરડેરી સતત મહિલાઓના સશક્તિકરણ માટે પ્રયત્નશીલ રહી છે અને પશુપાલન વિકાસ માટે મહિલાલક્ષી વિવિધ યોજનાઓનો અમલ પણ કરી રહી છે એવું જણાવેલ
મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર દ્વારા પ્રસંગે ઉદબોધન કરતાં દૂધ વ્યવસાયથી મહિલાઓના હાથમાં દૂધના રૂપિયા આવવાથી મહિલાઓની આર્થિક શકિત અને સામાજીક મોભો વઘ્યો છે.સહકારી ડેરીઓમાં મહિલાઓની ભાગીદારી વધવાથી તેઓના આત્મવિશ્વાસ અને નેતૃત્વ કૌશલ્યમાં વૃધ્ધિ થયેલ છે, જેના કારણે મંડળીઓનો વિકાસ વધુ સુદ્રઢ થયેલ છે.સાબરડેરી આજે વિશ્વ સ્તરે દ્રષ્ટ્રાંતરૂપ બનેલ છે તેમાં મહિલા ભાગીદારીનો અનન્ય ફાળો છે એવું જણાવેલ.
કાર્યક્રમ અંતર્ગત મહેમાનોના હસ્તે પ્રગતિશીલ મહિલા દૂધ ઉત્પાદકોનું સન્માન કરી ડેરી વ્યવસાયમાં તેઓના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમ પ્રસંગે મહિલા દૂધ ઉત્પાદકો દ્વારા ઉધ્યોગ સાહસિકતા,મહિલા નેતૃત્વ,જાતી આધારિત ડિજિટલ સમાનતા,શિક્ષણ અને કૌશલ્ય તથા પર્યાવરણ વિષય ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા  
W20 (વુમન20) કાર્યક્રમ સમાપન સાબરડેરીના વાઇસ ચેરમેન શ્રી બ્રિજેશભાઇ પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનો અને મહિલા દૂધ ઉત્પાદકોનો આભાર માનવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here