BJP તાલુકા પંચાયત મહિલા સદસ્યનો પુત્ર અને તેના બે મિત્રોએ વેપારીને લૂંટી લીધો : ધનસુરા નજીક લૂંટનો ભેદ ઉકેલતી પોલીસ

0
6


ઋત્વિક સોની.અરવલ્લી

      ધનસુરા તાલુકાના આકરૂન્દ નજીક બે દિવસ અગાઉ ધંધાર્થે બાઈક પર પસાર થતા મોડાસાના વેપારીને ધોળે દહાડે ત્રણ યુવકોએ બાઈકને ધક્કો મારી વેપારીને લૂંટી લીધો હતો દીન દહાડે વેપારીને લૂંટી લેતા ધનસુરા પોલીસ સહીત જીલ્લા પોલીસતંત્રની વિવિધ એજન્સીઓમાં દોડધામ મચી હતી વેપારીએ ધનસુરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો 

   અરવલ્લી એલસીબી પોલીસ અને ધનસુરા પોલીસે વેપારીને લૂંટી લેનાર ધનસુરા તાલુકા પંચાયતના ભાજપના મહિલા સદસ્યનો પુત્ર અને તેના બે મિત્રોને પોલીસે દબોચી લઇ ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો વેપારીને લૂંટી લેવામાં ધનસુરા તાલુકા પંચાયત ભાજપના મહિલા સદસ્ય પુષ્પાબેન ઠાકોરના પુત્ર હર્ષ ઠાકોર હોવાની માહિતી બહાર આવતા જીલ્લાના રાજકારણમાં હલચલ મચી હતી 

        આકરૂન્દ નવાનગરથી રાજપુર તરફ ધંધાર્થે પસાર થતા મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય વેપારી સુરેશ જયરાજભાઈ તેવર નામના વેપારીને ત્રણ શખ્સોએ લૂંટી લીધો હતો વેપારી પાસે રહેલા ધંધાના ૨૦ હજાર ની લૂંટ ચલાવી હતી જે અંગે ધનસુરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાતા લૂંટના ગુન્હામાં સંડોવાયેલ સમર્થ નરેન્દ્રભાઈ ઉર્ફે બકાભાઈ લીમ્બચીયાને એલસીબી પોલીસે દબોચી લીધો હતો અને તેની સઘન પૂછપરછ હાથધરાતા લૂંટમાં ધનસુરાના હર્ષ જીતેન્દ્ર ઠાકોર અને રાજુ રાજપૂતનું નામ બહાર આવતા ધનસુરા પીએસઆઈ ભરત ચૌહાણ અને તેમની ટીમે હર્ષ ઠાકોર અને રાજુ રાજપૂતને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ ગણતરીના કલાકોમાં લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો 

    જેમાં હર્ષ ઠાકોર ધનસુરા-૨ બેઠક ઉપરથી ભાજપમાંથી ચૂંટાયેલ ધનસુરા તાલુકા પંચાયતના મહિલા સદસ્ય પુષ્પાબેન ઠાકોરનો પુત્ર હર્ષ જીતેન્દ્રભાઈ ઠાકોર હોવાનું બહાર આવતા ભારે ચકચાર મચી હતી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here