73માં પ્રજાસત્તાકદિન નિમિત્તે બત્રીસી પુરોહિત સમાજ યુવક મંડળ પાલનપુર દ્વારા 21મો બ્લડ કેમ્પ યોજાયો.

0
16

પ્રજાસત્તાક દિન નિમિત્તે બ્લડ ડોનેશન કરી દેશભક્તિની ઉજવણી કરી હતી

અહેવાલ ગૌરવ પુરોહિત બનાસકાંઠા

પાલનપુર ખાતે બુધવારે 73માં પ્રજાસત્તાકદિન નિમિત્તે શ્રી બત્રીસી પુરોહિત સમાજ યુવક મંડળ તથા ભૂમિ બ્લડ બેન્ક ના સંયુક્ત ઉપક્રમે બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં પાલનપુર યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ ડામરાજી રાજગોર તેમજ મંડળના પ્રમુખ બાબુલાલ પુરોહિત બ્લડ કન્વીનર કાળુભાઇ પુરોહિત તેમજ અન્ય સામાજિક આગેવાનો, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં કોરોના ગાઈલાઈડન ના ચુસ્ત પાલન સાથે હાજર રહ્યા હતા જેમાં બહેનો તેમજ ભાઈઓએ બ્લડ ડોનેટ કરી ઉત્તમ સેવા પૂરી પાડી હતી.જેમાં 34 જેટલી બોટલો ડોનેટ કરવામાં આવી હતી .આ બ્લડકેમ્પ ના ભોજન દાતા તરીકે અશોકભાઈ પુરોહિત રહ્યા હતા જ્યાં તમામ એ દેશભક્તિ ના દિવસે બ્લડ ડોનેટ કરી સાચા અર્થમાં દેશભક્તિની ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here