370 અને 35A ની કલમ રદ થઈ એજ ડો.સ્યામાંપ્રસાદ મુખર્જી ને સાચી શ્રદ્ધાંજલિ- નરેન્દ્ર સોની

0
50

      *આજરોજ ફતેપુરા તાલુકાના વાંગડ ગામે પટેલ ફળિયા ની અંદર બુથ નંબર 33 માં ડો.સ્યામાંપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિન એટલે કે બલિદાન દિવસ નિમિતે પુષ્પાંજલિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.*
*આ કાર્યક્રમમાં બુથ નંબર 33 માં બુથસમિતિના સભ્યો અને પ્રમુખ મંત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા*
*આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની ,ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારીના સભ્ય યોગેશભાઈ પારગી ઉપસ્થિતિ રહ્યા હતા*
      *આ પ્રસંગે મહામંત્રી નરેન્દ્રભાઈ સોની એ બુથ સમિતિના સભ્યોને ભારતીય જનતા પાર્ટીમાં ડો. સ્યામાંપ્રસાદ મુખર્જી એ આપેલ યોગદાન ,એમને જમ્મુ કાશ્મીર માટે  આપેલુ બલિદાન તેમજ વર્તમાન જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિની બાબતમાં તેમણે કરેલા કાર્યો તેમજ તેમના જીવન અને કવન વિશે ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા અને જણાવ્યું હતું કે વર્તમાન સરકારે 370 અને 35A ની કલમ રદ કરી એજ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.*
*ત્યારબાદ ઉપરથી બુથ સમિતિના સભ્યો ને સાથે રાખી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.*

BG NEWS
*દાહોદ*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here