આજના ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના કાર્યક્રમને સફળ બનાવવા બદલ રાજ્યના તમામ અધ્યાપકોને ,ઘટક મંડળોને અભિનંદન…
💐💐💐💐💐
300 કરતાં વધારે ગ્રાન્ટેડ કોલેજ ના અધ્યાપકોએ ખાનગી યુનિવર્સિટીમાં ગ્રાન્ટેડ કોલેજોને સામેલ કરવાની કાર્યવાહી સામે વિરોધ દર્શાવ્યો..
ખાનગી યુનિવર્સિટી એકટ પ્રમાણે રાજ્યની ગ્રાન્ટેડ કોલેજો ને ખાનગી યુનિવર્સિટીમાં સમાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર શિક્ષણજગતમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે… સરકારના અનુદાનથી ચાલતી ,સસ્તુ અને સારુ શિક્ષણ આપતી સમાજના દરેક વર્ગને પોષાય તેવી ફી લેતી ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી ના હવાલે કરવી જોઈએ નહિ ગ્રાન્ટેડ કોલેજો ને ખાનગી યુનિવર્સિટીમાં સામેલ કરવામાં ન આવે અને આ અંગેનો ખાનગી યુનિવર્સિટી એક્ટ 2021 નો સુધારો રદ કરવામાં આવે તેવી માગણી ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે શિક્ષણ મંત્રીશ્રી સમક્ષ કરવામાં આવેલ છે પરંતુ હજુ સુધી આ એક્ટમાં સુધારો થયો નથી..
👉ખાનગી યુનિવર્સિટી એક્ટમાં જે 2011માં જે સુધારો કરવામાં આવ્યો હતો તે પ્રમાણે ગ્રાન્ટેડ કોલેજો ને ખાનગી યુનિવર્સિટી માં સમાવી શકાય નહિ તે ચાલુ રાખવા અને વર્તમાન ખાનગી યુનિવર્સિટી એક્ટ ૨૦૨૧ ને રદ કરવા માટે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે વિવિધ આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
👉આ અનુસંધાને ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા સર્વે યુનિવર્સિટીના તમામ ઘટક મંડળોને આજે બુધવારના દિવસે કાળી પટ્ટી ધારણ કરીને શૈક્ષણિક કાર્ય કરવા જણાવ્યું હતું..
તે મુજબ આજે બુધવાર તારીખ 11/ 8/ 2021 ના રોજ 300 કરતાં વધારે ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો જોડાઇને કાળી પટ્ટી ધારણ કરીને શૈક્ષણિક કાર્ય કરી ને ગ્રાન્ટેડ કોલેજો ને ખાનગી યુનિવર્સિટીમાં સમાવવાની કાર્યવાહી સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.. વિરોધ પ્રદર્શનના આ કાર્યક્રમ માં ખૂબ જ મોટી સંખ્યામાં અઘ્યાપકો જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
👉 જો સરકાર દ્વારા ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવતો ખાનગી યુનિવર્સિટી એકટ 2021 નો સુધારો રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે..
👉 રાજ્ય સરકાર દ્વારા આપણી માગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં આવી જ સક્રિયતા સાથે ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો આપતા રહિશું..
લિ..
પ્રમુખ
ડો રમેશ ભાઈ ચૌધરી
મહામંત્રી
ડો દિગ્વિજયસિંહ ગોહિલ
પ્રો રાજેન્દ્ર જાદવ
ઝોનલ સેક્રેટરી (ઓલ ઇન્ડિયા ફેડરેશન)
ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ