Home BG News 20 ડિસેમ્બર નાં પત્રકાર સ્નેહ મિલન ને સફળ બનાવવા વરિષ્ઠ પત્રકારો ની...

20 ડિસેમ્બર નાં પત્રકાર સ્નેહ મિલન ને સફળ બનાવવા વરિષ્ઠ પત્રકારો ની બેઠક મળી.

0

ગુજરાત માં પત્રકાર એકતા ને મજબૂત બનાવવા પર ખાસ ભાર મુકવામાં આવ્યો.

ગાંધીનગર તા.12: પત્રકારો ને વિશેષ સુરક્ષા કવચ સ્વરૂપે “પત્રકાર સુરક્ષા કાનૂન” મળે તે હેતુથી દેશભરમાં અભિયાન ચલાવી ટૂંક સમયમાં દેશનાં સૌથી મોટા પત્રકાર સંગઠન તરીકે ઓળખ ઊભી કરનાર પત્રકાર સંઘ “અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ” નાં તત્વવધાનમાં આગામી 20 ડિસેમ્બર,2021 નાં રોજ ગાંધીનગર નાં સર્કીટ હાઉસ ખાતે ગુજરાત નાં પત્રકાર મિત્રોનું એક સ્નેહમિલન યોજાઈ રહ્યુ છે આ સ્નેહમિલન ને સફળ બનાવવા માટે આજરોજ ગાંધીનગરનાં અખબાર ભવન માં અમદાવાદ અને ગાંધીનગરનાં વરિષ્ઠ પત્રકારો ની બેઠક મળી હતી. આ બેઠકમાં સ્નેહમિલન ને સફળ બનાવી ગુજરાત રાજ્યમાં પત્રકાર એકતા મજબૂત બનાવવા પર વિચાર વિનિમય કરવામાં આવ્યો હતો તેમજ સંમેલનને અનુલક્ષીને એક ઓર્ગેનાઈઝિંગ કમિટીની રચના કરવામાં આવી હતી.આ પત્રકાર સ્નેહમિલન કાર્યક્રમ માં કોરોના કાળમાં મોત ને ભેટેલ ગુજરાત નાં 60 પત્રકારો ને કોરોના વોરિયર ગણી શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવશે તેમજ આ પત્રકારો ને કોરોના વોરિયર નું મરણોત્તર સન્માન આપી તેમનાં પરિજનો ને સરકાર શ્રી યોગ્ય સહાય ચૂકવે તે માટે સંમેલન નાં માધ્યમથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રજૂઆત કરવામાં આવશે. ગુજરાત ના પત્રકારોને સરકાર તરફથી આપવામા આવતી વીમા યોજના ની રકમ દસ લાખ સુધી વધારવા પણ રજૂઆત કરવામાં આવશે. સ્નેહમિલન નો ઉદ્દેશ્ય કોરોના કાળ બાદ આર્થિક અને માનસિક મુશ્કેલી નો સામનો કરી રહેલા પત્રકારો માં પરસ્પર સહયોગ સાથે પારિવારીક ભાવના સહ સંવાદ સ્થાપિત કરવાનો છે. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા આ સ્નેહમિલન સમારોહ માં પત્રકારો માટે “પત્રકાર કલ્યાણ નિધી” ની જાહેરાત કરવામાં આવશે જેની મદદ થી પત્રકારો ને મુશ્કેલ સમયમાં તેમજ કાયદાકિય આંટીઘૂંટીમાં મદદરૂપ બની શકાશે. ગુજરાત નાં આ પત્રકાર સ્નેહમિલન સમારોહ માં દેશનાં વિવિઘ રાજ્યોમાં પત્રકારો માટે લડત ચલાવી રહેલ વિવિઘ પત્રકાર સંઘો તેમજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં રાષ્ટ્રિય પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે. ગુજરાત નાં સામાજિક અને રાજકીય ક્ષેત્રના કેટલાક મહાનુભાવોને પણ આ પત્રકાર સ્નેહમિલનમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. પત્રકારો નું કાયદાકિય માર્ગદર્શન કરવા માટે ગુજરાત હાઇકોર્ટ નાં સીનીયર ધારા શાસ્ત્રીઓ પણ આ પત્રકાર સ્નેહમિલન સમારોહ માં હાજરી આપશે. આ પત્રકાર સ્નેહમિલન કાર્યક્રમ માં ગુજરાત સહિત દેશભરમાં “પત્રકાર સુરક્ષા કાનૂન” બનાવવા માટે દેશવ્યાપી અભિયાન ની રૂપરેખા તૈયાર કરી તે દિશામાં મંથન કરવામાં આવશે. ગાંધીનગર માં આયોજિત આ પત્રકાર મેળાવડા ને સફળ બનાવવા વરિષ્ઠ પત્રકારો જહેમત ઊઠાવી રહ્યાં છે. આજની બેઠકમાં ABPSSનાં જિજ્ઞેશ કાલાવડિયા ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર નાં વરિષ્ઠ પત્રકારો સર્વશ્રી દિલીપભાઈ પટેલ,હિમાંશુભાઈ શાહ, આશુતોષ પંડ્યા,પરેશભાઈ દવે, હરેશભાઇ ઝાલા,આર.કે મિશ્રા, રથીન દાસ, રવિન્દ્ર પરમાર, કલ્પિત ભચેચ, મનોજ અગ્રાવત, સુરતથી વંદન ભાદાણી, સંજયભાઈ ભટ્ટ, સુજલ મિશ્રા, રવીન્દ્ર ભદૌરિય, સંતોષ ઠાકોર સહિતના અમદાવાદ અને ગાંધીનગરના યુવા અને વરિષ્ઠ પત્રકારો હાજર રહ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version