0
0

છોટાઉદેપુર

નસવાડીમાં વનસેતુ ચેતના યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જય શ્રી રામના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું

ઉમરગામથી શરૂ કરાયેલ વનસેતુ ચેતના યાત્રા આજે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં આવી પહોંચી હતી
બાપા સીતારામ મંદિરે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યા જય શ્રીરામ ના નાદ સાથે વાતાવરણ પણ ગુંજી ઉઠું હતું જયારે રાજ્ય કક્ષાના મંત્રી આ યાત્રાને લઈને પહોચ્યા હતા જ્યારે દ્રારા સંતોનું ફૂલહાર પહેરાવીને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. નસવાડી નગરમાં આ યાત્રા નીકળતા ઠેર ઠરે યાત્રાનું સ્વાગત પણ કરાયું હતું. આ યાત્રા ઉંમરગામ થી અંબાજી સુધી જવાની જવાની છે જ્યારે યાત્રામાં પધારેલ રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે વનસેતુ ચેતના યાત્રા જે મારાં વન કર્મચારીઓ અને આદિવાસીઓ વચ્ચે નાનું મોટું ઘર્ષણ થતું હતું તે ઘર્ષણ ના થાય અને નવી ચેતના જાગે અને જે સરકારની જે યોજના છે તેનો લાભ મારાં આદિવાસીઓને મળે તે માટેની આ યાત્રા છે યાત્રાનું સ્વાગત સાંસદ ગીતાબેન રાઠવા,ધારાસભ્ય અભેસિંગભાઈ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ દ્રારા કરવામાં આવ્યું હતું જ્યારે આ યાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા.

નસવાડી થી રોહિત ભીલ નો રિપોર્ટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here