100 વર્ષ અગાઉ એક જગ્યા ઉપર વારંવાર ગોવાળિયાઓ અને ખેડૂતોને નાગદેવતાના દર્શન થતાં તે જગ્યાએથી ખોદતાં શિવલિંગ મળી આવ્યું હતું.

0
7

ટીસ્કીના સ્વયંભૂ નાગેશ્વર મહાદેવની સ્થાપના ૯૦ વર્ષ અગાઉ કરાઈ હતી. 100 વર્ષ અગાઉ એક જગ્યા ઉપર વારંવાર ગોવાળિયાઓ અને ખેડૂતોને નાગદેવતાના દર્શન થતાં તે જગ્યાએથી ખોદતાં શિવલિંગ મળી આવ્યું હતું.મોડાસા-માલપુર નેશનલ હાઈવેને અડીને આવેલા ટીસ્કી પાસેના નાગેશ્વર મહાદેવના દર્શનનો પવિત્ર શ્રાવણ માસનો અનેરો મહિમા છે. અહીંયા નિસંતાન દંપતીઓ અને મહાદેવ આગળ માનેલી બાધા-માનતા પૂર્ણ થતાં શ્રદ્ધાળુઓ શુદ્ધ તાંબુ અને ચાંદીમાંથી તૈયાર થયેલ નાગદેવતા સાથેના શિવાલયને નાગેશ્વર દાદાને અર્પણ કરતા હોવાનું મહાદેવના મંદિરના પૂજારી નરહરિભાઈ જોશીએ જણાવ્યું હતું.વર્ષો પહેલા આજે જગ્યાએ મોડાસા માલપુર નેશનલ હાઈવે છે તે જગ્યાએ માત્ર બળદગાડા નીકળી શકે તેટલો અઘોર જંગલમાં રસ્તો હતો માલપુર તાલુકાના ગામની સીમમા રોજ ગોવાળિયાઓ પશુ ચરાવવા જંગલ તરફ પ્રયાણ કરતા હતા અને ખેડૂતો પણ ત્યાંથી જ પસાર થતા હતા આજે નેશનલ હાઈવેને અડીને આવેલા નાગેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આગળ ગોવાળિયાઓ અને ખેડૂતોને રોજિંદા નાગદેવતાના દર્શન થતા હતા જોકે નાગદેવતા જ્યાં દર્શન આપતા હતા.તે જગ્યાએ જુદા જુદા પથ્થરો વચ્ચે એક અલગ શિવલિંગ પ્રકારનો પથ્થર જોવા મળતા ગ્રામજનોના સહયોગથી અહીંયા વર્ષો બાદ એટલે કે સો વર્ષ અગાઉ ખોદકામ કરાતાં ત્યાંથી નાગદેવતાના દર્શન સાથે સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું તેથી આ મંદિરનું નામ નાગેશ્વર મહાદેવ પાડ્યું હતું. જો કે,તે સમયે ગામના લેઉવા પાટીદાર સમાજના અગ્રણી પટેલ ધુળાભાઈની સંતાન ન હોવાથી સંતાન માટે મહાદેવનું મંદિર બાંધવા માટે માનતા રાખી હતી.જો ક, તેમની મનોકામના પૂર્ણ થતાં 90 વર્ષ અગાઉ તેમને અહીંયા શિવલિંગની સ્થાપના કરીને ગ્રામજનોના સહયોગથી નાગેશ્વરનું મંદિર બંધાવ્યું હતું. આસપાસના વિસ્તારોના ગોપાલપુર ફગોરીયા સુરજપુર, મઠવાસ અને જેસવાડી જેવા અસંખ્ય ગામડાઓના શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થતાં ગ્રામજનો દ્વારા વર્ષ 2010માં નવીન મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો હતો. અહીંયા સ્વયંભૂ નાગેશ્વર મહાદેવ નું મંદિર હોવાના કારણે દૂરદૂરથી શ્રદ્ધાળુઓ કાલસર્પ દોષ અને લઘુ રુદ્ર જેવી વિધિ કરવા માટે આવતા હોવાનું ગામના નિવૃત્ત શિક્ષક સોમાભાઈ પટેલે જણાવ્યું હતું.

માહિતી – શાસ્ત્રી ચેતનભાઈ જોષી(માલપુર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here