Home BG News પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસ્મા ખાતે પક્ષીઘર, માટીના કુંડા નું...

પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસ્મા ખાતે પક્ષીઘર, માટીના કુંડા નું વિતરણ કરીને ઠંડા પીવાના પાણીની પરબ ખુલ્લી મુકાઇ.‌‌.‌

0

પત્રકાર એકતા પરિષદ પાટણ દ્વારા “માનવ સેવા એજ પ્રભુ” સેવા અને “જીવ દયા” નાં સુત્રને સાર્થક કરતા વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે: લોકોનો મળ્યો ભારે પ્રતિસાદ

‘માનવ સેવા એજ પ્રભુ સેવા’ અને ‘જીવ દયા’ નું ઉત્તમ ઉદાહરણ અને ભર ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પક્ષીઘર અને પાણીના કુંડા નું વિતરણ “પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ” દ્વારા ચાણસ્મા ખાતે કરવામાં આવ્યું હતું.અને સાથેજ ઠંડા પીવાના પાણીની પરબ કાર્યરત કરવામાં આવી છે. જે કાર્યક્રમ અંતર્ગત શહેરના મોટા ભાગે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પક્ષી ઘર સહિત પાણીના કુંડ લોકો લઈ જતા નજરે ચડ્યા હતા. સેવાકિય પ્રવૃત્તિ સાથે માનવ સેવા એજ પ્રભુ સેવા સુત્રને સાર્થક કરતા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ઠંડા પાણીની પરબ કાર્યરત કરવામાં આવી છે.જેને લઇને લોકોમાં પણ પત્રકારો પ્રત્યે ભારે પ્રેમ જોવા મળ્યો હતો.

હાલ એક તરફ ઉનાળાની ઋતું ચાલી રહી છે અને એમાં પણ પાટણ જિલ્લામાં કાળજાળ ગરમી નું પ્રમાણ વધ્યું છે.તેવામાં પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ” દ્વારા ભવ્ય આયોજન નાં ભાગરૂપે અને સર્વ લોકોના હિતમાં ઠંડા પાણીની પરબ કાર્યરત કરવામાં આવી છે.જેને લઇને લોકોમાં પત્રકારો પ્રત્યે ભારે પ્રેમ જોવા મળ્યો હતો સાથેજ પક્ષી ઘર અને પાણીના કુંડ નું વિતરણ કરતા જીવ દયા નું પણ ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાણીની પરબ ચાલુ કરતાં જે પરબ થકી આવતા જતાં લોકોની તરસ છીપાવવા માટે નું કેન્દ્ર બન્યું છે અને સેવાકીય પ્રવૃત્તિ સાથે પાણીની પરબ ચાલુ કરવામાં આવી છે.જે ચાણસ્મા ખાતે આવેલ ગણપતિ મંદિર ની બિલકુલ બાજુમાં તારીખ 5.5.2024 ને રવિવારના દિવસે સવારે 10:00 કલાકે દાતાઓના મોટા સહયોગથી પાણીના કુંડા અને પક્ષીના માળા વિતરણ કરવામાં આવ્યા હતા.

આ સાથે સાથે ઠંડા પાણીની પરબનું સ્ટેન્ડ બનાવી પાણીની પરબ કાર્યરત કરવામાં આવી હતી.અને પાણીના પરબના સ્ટેન્ડના દાતા તરીકે‌ પટેલ હંસાબેન વિક્રમભાઈ ચીમનલાલ તથા પાણીના કુંડાના અને પક્ષીઘરના દાતા વ્યાસ બચુભાઈ અંબાલાલ પરિવાર દ્વારા દાન આપવામાં આવ્યું હતું.અને આજના શુભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અખંડ ભારતીય રાષ્ટ્રીય સંઘના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને આ પ્રસંગે ચાણસ્મા ગામ તથા પાટણ જિલ્લા ના પત્રકાર મિત્રો આગેવાનો પ્રતિષ્ઠિત નાગરિકો તથા પંખી ઘર અને કુંડા પોતાના ઘરે બાધવા માટે ચાણસ્મા ના નગરજનો લઈ જવા માટે ઉમટી પડ્યા હતા.

આજના આ પ્રસંગને અનુરૂપ ચાણસ્મા નગરના લોકોએ ચાણસ્મા ના પત્રકારો તથા પાટણ જિલ્લાના તમામ પત્રકારોને એક આગવી નજરથી અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જોઈ લોકો પણ કહેવા લાગ્યા છે..કે પત્રકાર માત્ર સમાચાર નેજ વાચા આપવું કાર્ય નથી પણ સાથેજ માનવ સેવા,જીવ દયા, ના કામ માટે પણ આગળ રહી લોકોમાં પ્રેરણા પૂરી પાડે છે તેવું સ્થાનિક લોકો સહિત આવતા જતા મુસાફરો અને અન્ય લોકો પણ જણાવી રહ્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version