૧૨૭૨ દિવસ સુધી પાટણમાં સ્થિરતા કરનાર ત્રિસ્તુતિક ઉપાશ્રયના મહારાજ સાહેબો નો સોમવારે વિહાર યાત્રા પ્રારંભ..

0
30

મહારાજ સાહેબે જૈન જૈનેતર સમાજના લોકો ને ધમૅ નો ઉપદેશ આપી ધમૅ ગુરૂ નું પદ પ્રાપ્ત કર્યું છે..

પાટણ તા.૨૭
પાટણના પંચાસરા જૈન મંદિર પાસે આવેલા ત્રિસ્તુતીક જૈન ઉપાશ્રયમાં બિરાજમાન જૈનાચાર્ય ગચ્છાધિપતિ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિરાજ ચારિત્રરત્ન વિજયજી મહારાજ અને મુનિરાજ નિપુણરત્ન વિજયજી મહારાજ આદિ ઠાણા પાટણ નગરમાં 1272 દિવસની સ્થિરતા કરીને સોમવારે સવારે 10.39 કલાકે ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયથી વિહાર યાત્રા પ્રારંભ કરનાર હોવાનું ત્રિસ્તુતિક ઉપાશ્રયના સુત્રોએ જણાવ્યું હતું.
આ દરમિયાન તેઓ ગુજરાત રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના અનેક ગામોમાં આયોજિત પ્રતિષ્ઠા, દિક્ષા, સંઘયાત્રા, ઉપધાન સહિત જૈન ધર્મના અનેક કાર્યક્રમમાં નિશ્રા આપશે.
પાટણના ત્રિસ્તુતિક જૈન સંઘના અગ્રણીઓએ મુનિરાજ ચારિત્રરત્ન વિજયજી મહારાજનાં સાનિધ્યમાં મુનિરાજ નિપુણરત્ન વિજયજી મહારાજ આદિ સાધુ ભગવંતોને સિદ્ધ હેમ વ્યાકરણ સહિત અનેક ધાર્મિક ગ્રંથોનાં અધ્યયન હેતુ પાટણ પધરાવાની વિનંતી મધ્યપ્રદેશનાં મોહન ખેડા તીર્થથી પ્રારંભ કર્યો હતો. તેને ધ્યાનમાં લઈને ત્રિસ્તુતિક જૈન સંઘના ગચ્છાધિપતિ નિત્યસેન સૂરીશ્વરજી મહારાજ તેમજ આચાર્ય ભગવંત જયરત્ન સૂરીશ્વરજી મહારાજે પાલીતાણા તીર્થ મુકામે પાટણ માટે સ્વીકૃતિ આપી હતી.
મુનિ ભગવંતો પાલીતાણાથી વિહાર કરતા કરતા પાટણમાં 6 જુન 2018નાં રોજ ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય ખાતે પધાર્યા હતા. આ સ્થિરતા દરમિયાન મુનિરાજ ચારિત્રરત્ન વિજયજી મહારાજનાં સાનિધ્યમાં મુનિરાજ નિપુણરત્ન વિજયજી મહારાજ આદિ 65 સાધુ સાધ્વીજી મહારાજે પાટણમાં રહીને સંસ્કૃત પ્રાકૃતનાં 86થી વધુ ધાર્મિક ગ્રંથોનાં અભ્યાસ કર્યો, ભારતના આઠ રાજ્યોમાં 45 હજારથી વધુ કિલોમીટરની પદયાત્રા કરનારા મુનિરાજ ચારિત્રરત્ન વિજયજી મહારાજ પોતાના 28 વર્ષનાં સંયમ જીવનમાં સહુથી વધુ સ્થિરતા પાટણમાં કરી છે.
ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયના અગ્રણીઓએ જણાવ્યું કે, મુનિરાજ ચારિત્રરત્ન વિજયજી મહારાજે તેઓના સાનિધ્યમાં સાધુ સાધ્વીજી મહારાજને ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કરાવતા ત્રિસ્તુતિક ઉપાશ્રય સહિત પાટણના અનેક જિનાલયો અને ઉપાશ્રયોમાં આયોજિત થયેલા કાર્યક્રમોમાં નિશ્રા પ્રદાન કરીને તેઓએ તેમનામાં રહેલા સરળતાનાં દર્શન કરાવ્યા છે. મુનિરાજે જૈન સમાજ તેમજ જૈનેતર સમાજનાં લોકોને ધર્મનો ઉપદેશ આપીને દરેક લોકોના મનમાં ધર્મ ગુરૂનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
મુનિરાજે પાટણની સ્થિરતા દરમિયાન ધર્મનો ઉપદેશ અને જીવદયા જનસેવા સહિત ધાર્મિક સામાજિક કાર્યક્રમની લોકોને પ્રેરણા આપીને અનેક કાર્યો કરાવીને લોકોને સંસ્કાર સંસ્કૃતિ અને ધર્મ તરફ આગળ વધાર્યા છે.
1272 દિવસની સ્થિરતા કરીને 29 જુનના સવારે 10.30 કલાકે પાટણથી પ્રયાણ કરતાં મુનિરાજોની નિશ્રામાં પ્રયાણ પુર્વ પંચાસરા જિનાલય કંપાઉન્ડમાં આવેલા પંચાસરા જૈન યાત્રિક ભવનના હોલમાં સવારે 9.39 કલાકે ધર્મ સભાનું આયોજન થશે. મુનિરાજના પ્રયાણ પ્રસંગે જૈન તેમજ જૈનેતર સમાજનાં અનેક લોકો ઉપસ્થિત રહનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here