૧૧ જુલાઈ વિશ્વ વસ્તી દિવસ – ૨૦૨૩: ગુજરાતમાં વસ્તીવધારાનો દર ૧૯.૧૭ ટકા છે. જે દેશના અન્ય રાજ્યની સરખામણીએ દર ઘટ્યો છે.

0
3

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

વસ્તી વધારાને નિયંત્રણમાં લેવા કુટુંબ નિયોજનની પદ્ધતિઓને અનુસરીએ.

પાટણ જિલ્લામાં સેક્સ રેશિયો ૯૦૯ છે. જેમાં સૌથી વધુ સેક્સ રેશિયો સમી તાલુકામાં ૧૦૦૦ અને સૌથી ઓછો શંખેશ્વર તાલુકામાં ૮૨૮ છે.

      સમગ્ર વિશ્વમાં વસ્તી વધારાના કારણે અનેકવિધ સમસ્યાઓથી ઘેરાઈ રહ્યું છે. આ સમસ્યાઓના નિવારણ માટે ૧૧ જુલાઈ ના રોજ  વિશ્વમાં "વિશ્વ વસ્તી દિવસ"ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં વસ્તી વધારાની સમસ્યાઓ અને તેના કારણે ઊભા થતાં પ્રશ્નોના નિરાકરણની ચર્ચા હાથ ધરવામાં આવતી હોય છે.

    ભારત દેશમાં સૌ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત 1872 માં લોર્ડ મેયોના સમયમાં થઈ હતી પરંતુ સંપૂર્ણ વસ્તી ગણતરીની શરૂઆત 1881માં થઈ હતી. સ્વંત્રત ભારતમાં વસ્તી ગણતરી 1951 માં થઇ હતી. વસ્તી ગણતરી દર 10 વર્ષના અંતરાલમાં કરવામાં આવે છે. 2021 સુધીમાં ભારતની દશવાર્ષિક વસ્તી ગણતરી 16 વખત હાથ ધરવામાં આવી. છેલ્લી વસ્તી ગણતરી 2011માં કરવામાં આવી તે સમયે ભારત દેશની વસ્તી 1 અબજ 21 કરોડ છે જેમાં 2011 માં ગુજરાતની કુલ વસ્તી ૬,૦૪,૩૯,૬૯૨ હતી. આમ ભારત દેશ પાસે વ્યાપક પ્રમાણમાં માનવબળ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા મુજબ, ભારતની વસ્તીમાં 2064 સુધી સતત વધારો થતો રહેશે અને તે આજના 1.4 અબજથી વધીને 2064 સુધીમાં 1.7 અબજ થઈ જશે જેનો સાર્થક રીતે ઉપયોગ કરીને ભારત દેશ વૈશ્વિક મહાસત્તા બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. 11 જુલાઈ 1987 ના દિવસે વિશ્વની જનસંખ્યા લગભગ 5 અબજને પાર કરી ગઇ હતી. તેના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્રસંઘનાં 'સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ'ની સંચાલન પરિષદ દ્વારા 1989માં વિશ્વ વસ્તી દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસથી દર વર્ષે વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. 

   હાલમાં વિશ્વની કુલ વસ્તી ૮ અબજ ઉપર છે. હાલમાં ભારતની વસ્તી ૧.૪૦ અબજને પણ પાર કરી ચીનને પછાડીને વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બનેલ છે. ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી રાજ્યની વસ્તી ૭ કરોડ જેટલી છે. સમગ્ર વિશ્વમાં દર મિનિટે ૧૫૦ નો અને ભારતમાં દર મિનિટે ૨૯ નો વસ્તી વધારો થાય છે. આમ સમગ્ર વિશ્વમાં દર મિનિટે જન્મતા પ્રતિ પાંચ બાળકોમાં એક ભારતીય બાળક જન્મે છે. હાલમાં જે વસ્તીવધારાનો દર છે તે પ્રમાણે વર્ષ ૨૦૨૫ સુધી વિશ્વની વસ્તી ૧૦અબજ નો અંક વટાવે તેવી ધારણા છે. આમાં ગુજરાતમાં ૩.૪૬ કરોડ લોકો ગામડામાં અને ૨.૫૭ કરોડ લોકો શહેરોમાં વસે છે. ગુજરાતમાં પ્રતિ ચોરસે વ્યક્તિઓ ૩૦૮ થયા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી અને સૌથી વધુ વસ્તી ગીચતા સુરત જિલ્લામાં છે. 

    યુરોપિયન દેશોમાં ઓછી જનસંખ્યાને લીધે બહુ જ અગવડતાનો સામનો કરી રહ્યા છે તેઓ વસ્તીમાં વધારો થાય તે માટે ખુલ્લી સરહદનો વિચાર વહેતો મૂકીને તેના પર કામ કરી રહ્યા છે. આજે રશિયા, જાપાન જેવા દેશોમાં યુવા માનવબલ માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વમાં ભારત જ એક આવો દેશ છે જે સૌથી વધુ યુવાઓ ધરાવતો દેશ છે. આ યુવા ધનનો જો યોગ્ય દિશામાં ઉપયોગ કરવામાં આવે તો ભારત દેશ આવનાર સમયમાં મહાસત્તા બની શકશે. દેશના યુવા ધનને ટેકનોલોજી સાથે, સમયની સાથે અને વિશ્વમાં ચાલતા સમીકરણો સાથે સજ્જ બનવાની જરૂર છે. ત્યારે જ ભારતીય યુવાઓ વિશ્વ ફલક પર પોતાની અમિત છાપ છોડી શકશે. 

  સિક્કાની બીજી બાજુએ વિચારવામાં આવે ત્યારે..... જો જનસંખ્યા પર નિયંત્રણ ના લેવામાં ના આવે ત્યારે યુવાઓમાં બેરોજગારીનું પ્રમાણ મોટા પ્રમાણમાં ફેલાશે. આરોગ્ય ક્ષેત્રે સારા પરિણામો આવવાના ઓછા થશે. આમ પણ ભારત દેશનું આરોગ્ય ક્ષેત્રે ૧૧૧ મુ સ્થાન છે. પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે ગરીબી અને અજ્ઞાનતા વધે છે. જેના કારણે લોકોમાં જાગૃતિનો અભાવ ગંદકી અને રોગચાળા નું નિમિત્ત બને છે. તેથી વસ્તી પર નિયંત્રણ કરવું જરૂરી થયું છે. વસ્તી વધારાને નિયંત્રણમાં લેવા કુટુંબ નિયોજનની પદ્ધતિઓને અનુસરવામાં આવે અને આરોગ્ય ખાતા દ્વારા આપવામાં આવતી મહત્વની સૂચનાઓનું પલાંકરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. સાથે સાથે આપણી પાસે રહેલ માનવબળનો પણ સાર્થક ઉપયોગ કરવો અને લોકભાગદારી દ્વારા સાચી સમજ ફેલાવવામાં આવે તે જરૂરી છે.

   પાટણ જિલ્લામાં સેક્સ રેશિયો ૯૦૯ છે. જેમાં સૌથી વધુ સેક્સ રેશિયો સમી તાલુકામાં ૧૦૦૦ અને સૌથી ઓછો શંખેશ્વર તાલુકામાં ૮૨૮ છે. તેથી પાટણ આરોગ્ય વિભાગ દ્વારા વસ્તી નિયંત્રણમાં લેવા અનેક પ્રકારના કામો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત પ્રજાઓની વચ્ચે જઈને લોકસવાંદ દ્વારા પણ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જેના સારા પરિણામો અત્યારે મળી રહ્યા છે. જેના પરિણામે જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન નસબંધીના ૮૭૦૦ ના લક્ષ્યાંક સામે ૮૬૮૮ કેસો તથા આઇ.યું.સી.ડી. ના કુલ ૨૩૬૦૦ના લક્ષ્યાંક સામે ૨૧૦૫૨ લક્ષ્યાંકની સિદ્ધિ મેળવી હતી.

 આપની પાસે રહેલા આ સાચા માનવબલનો સાચી રીતે ઉપયોગ કરીને વિશ્વ વસ્તી દિવસને સાચા અર્થમાં ઉજવવાનો સમય આવી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here