હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

0
9


ગુજરાત રાજ્યમાં તાજેતર માં થયેલ હેડ ક્લાર્ક પરીક્ષા નાં પેપર લીક મામલે સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગૌણ સેવા પસંદગી મંડળનાં અઘ્યક્ષ અસિત વોરા એ જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી વારંવાર પેપર લીક થવાના મામલા વધ્યા છે અને વારંવાર પરીક્ષાઓ રદ કરી વિદ્યાર્થીઓ નાં ભવિષ્ય બગાડવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે તેમ છતાં આસિત વોરા અને બીજા દોસીઓ સામે પગલાં લેવામાં આવતા નથી
પ્રશ્નપત્ર ખરીદનાર વિદ્યાર્થી અને વાલીઓ ને આરોપી બનાવી દઈ મોટા અધિકારીઓ અને ગૌણ સેવા પસંદગી મંડળ ના અઘ્યક્ષ અસિત વોરા ને બચાવવાના કાવતરા થઇ રહ્યાં છે જવાબદાર લોકોનેજ મુખ્ય આરોપી બનાવી ફરીયાદ કરવામાં આવે અને આસિત વોરા ને તત્કાલ પદ ઉપરથી દુર કરવામાં આવે અને તેની વિરુદ્ધ નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા તપાસ પંચ નીમી તેની આવક અને મિલકત ની પણ તપાસ કરવામાં આવે તેવી માંગણી જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા કરવામાં આવી છે
આ પ્રસંગે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશ પટેલ તાલુકા પ્રમુખ લાલસિંહ પરમાર મહીલા પ્રમુખ જયોતિબેન શેહેર પ્રમુખ પ્રિયવદન પટેલ દવે રાજેન્દ્રસિંહ કુંપાવત અશોક પટેલ બલવંત સિહ દેવડા અજમેલસિંહ નંદુ પટેલ જીલ્લા પંચાયત તાલુકા પંચાયત નગર પાલિકા સદસ્યો મીડિયા કનવિનર યુસુફ બચ્ચા તથા કૉંગ્રેસ ના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here