હિન્દૂ વિરોધી ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ હિન્દૂ સમાજે આવેદન પત્ર આપ્યું

0
24

હિન્દૂ વિરોધી ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ હિન્દૂ સમાજે આવેદન પત્ર આપ્યું

છેલ્લા ઘણા દિવસો થી હિન્દૂ સમાજ વિરુદ્ધ બોલવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતની આપ પાર્ટી ના હિન્દુવિરોધી પ્રદેશ પ્રમુખગોપાલ ઈટાલીયા દ્વારા હિન્દૂ સમાજ ની પૂજા વિધિ માટે અને ખાસ બ્રાહ્મણો વિરુદ્ધ અભદ્ર ભાષાઓ નો ઉપયોગ કરવામાં આવેલ છે.તે બદલ આજરોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) , વિશ્વ હિન્દૂ પરિષદ ,બજરંગ દળ.દુર્ગા વાહિની , શ્રી પરશુરામ ઇન્ટરનૅશનલ સહીત , શ્રી સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ સહીત હિન્દૂ સમાજના તમામ આગેવાનો જોડાયા હતા અત્રે હિન્દૂ આગેવાનો સર્વેશ્રી અશ્વિનભાઈ ત્રિવેદી , સુનિલભાઈ ત્રિવેદી પરમ ધર્મ સંસદ ગાંધીનગર લોકસભા ૧૦૦૮ શ્રી કન્હૈયાલાલ પંડ્યા જી , મહંત શ્રી અવધ કિશોર લાલ મહારાજશ્રી , મહંત શ્રી રામમનોહર દાસ જી , મહંત શ્રી રામગીરી બાપુ , શ્રી દિવ્ય ત્રિવેદી , સુ શ્રી છાયાબેન ત્રિવેદી , શ્રી અખિલેશ પુરોહિત, શ્રી હિમાંશુ ભચેચ , શ્રી મૌલિક દીક્ષિત , શક્તિસિંહ ઝાલા , પ્રેમલ સિંહ ગોલ સહીત સોમનાથ બ્રહ્મકર્મ સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ ના તમામ પુજારીશ્રીઓ એ ગાંધીનગર જિલ્લા અધિક નિવાસી કલેકટર શ્રીમતી આર ડી સિંહ ને આવેદનપત્ર આપીને હિન્દૂ વિરોધી ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે નું આવેદનપત્ર આપ્યું હતું. વધુમાં સુનિલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જો સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નાઈ આવે તો ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારવામા આવી હતી. અને તેના વિરુદ્ધ કડક પગલાંની માંગ સમગ્ર હિન્દૂ સમાજ તરફથી ઉઠી હતી .

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here