હેલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા લોકસેવા કાર્ય નું આયોજન
હિંમતનગર થી વિજાપુર ને જોડતા હાઇવે પર પાનપૂર પાટીયા થી પોલાજપુર પાટીયા સુધી રહેણાક વિસ્તાર અને આર ટી ઓ કચેરી હોવાને લીધે ટ્રાફિક ની સમસ્યા ખુબજ હોવાથી વારંવાર અકસ્માતો થતા હોઇ સ્થાનિક રહીશો દ્વારા હાઇવે ઓથોરિટી ને રજૂઆત કરતા રોડ ઉપર સ્પીડ બ્રેકર ( બમ્પ ) બનાવવામાં આવ્યા હતા પણ આ બમ્પ ઉપર સફેદ રંગ નાં પટા નાં હોવાને કારણે વાહન ચાલકો પુર જડપે ગાડી હંકારતા હોવાને કારણે અકસ્માતો ના બનાવો વારંવાર બનતા હોવાથી આ મુશ્કેલી ને દુર કરવા અને અકસ્માતો ને રોકવા હેલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા સ્થાનિક યુવાનો ની ટીમ દ્વારા સ્વખર્ચે બમ્પ ઉપર સફેદ કલરના પટા લગાવી ઉમદા કામગીરી કરી એક સમાજ સેવાનું કાર્ય કર્યુ હતું