હિંદુ સંગઠનો દ્વારા તોરણવાડી ચોક થી કલેકટર કચેરી સુધી રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર આપ્યું

0
3

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વિધર્મીઓ દ્વારા હિન્દૂ પર કરવામાં આવતા હુમલા ને લઇ આજે મહેસાણાના તોરણવાડી ચોક ખાતે વિરાટ હિન્દૂ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ હિન્દૂ સંગઠનો ઉમટ્યા હતા.જેમાં સવારે 10 કલાકે મહિલા તેમજ પુરુષો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વિધર્મીઓ દ્વારા હિન્દૂઓ પર વિવિધ પ્રકારે હુમલા મહિલાઓની છેડતી સહિતના મુદ્દે હેરાનગતિ થતી હોવાને કારણે આજે હિંદુ સંગઠનો મેદાને આવ્યા છે.જેમાં તોરણવાડી માતા ચોકથી કલેકટર કચેરી સુધી રેલી યોજી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મહેસાણા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ દ્વારા હિંદુ પણ 8 જેટલા વિવિદ્ય પ્રકારે હુમલાઓ અને અન્ય ઘટના આચરવામાં આવી છે.વિધર્મીઓ દ્વારા લવ જેહાદ થતા લેન્ડ જેહાદ જેવા કિસ્સાઓ પણ યોજના પૂર્વક ચાલી રહ્યા છે.વધુમાં જણાવ્યું કે ખેરાલુ,વિજાપુર,રાધનપુર ચોકડી,નંદાસણ જેવા સંવેદનશીલ વિસ્તારમાં રથયાત્રા પર હુમલા કરવા.શ્રી રામ રથયાત્રા ના માર્ગમાં સુશોભિત કરેલ ભગવી ઝડીઓ કાઢી નાખવી વગેરે પ્રકારની અશોભનીય ઘટનાઓ પુરા આયોજનસાથે મોટા ઘર્ષણ કરવાના ઇરાદે ભેર. થઈ રહેલા છે

હિન્દૂ સમાજનીમાગો

જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં અવૈદ્ય ગતિવિધિ પર રોક લગાવવામાં આવે થતા ડ્રગ્સ ના વ્યાપાર સાથે સંકળાયેલા મોટા ભાગના વિધર્મીને પકડવામાં આવે
અગાઉ બનેલ ઘટનાઓ સંદર્ભે થતા ભવિષ્યમાં પરશાસ દ્વારા કડક હાથે પગલાં ભરાય
જિલ્લામાં ગાયકવાડ સમયના સ્થળ સ્થિતિ નકશા ચકાસી અને બિન કાયદેસર ઉભા કરાયેલા મજારો ,કબરો,મસ્જિદ,દૂર કરવા​​​​​​​
જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવો
બહુચરાજી તાલુકાના પોયડા ગામમાં બનેલઘટના સંદર્ભ તપાસ અધિકારી ને દૂર કરી તપાસ sog ને સોંપવી
સંવેદનશીલ વિસ્તારમાં આવેલા મસ્જીદ, મદ્રેસામાં કોમ્બિગ કરી તપાસ હાથ ધરવી
રાધનપુર ચોકડી ,નંદાસણ,ખેરાલુ,વિજાપુર વિસ્તારમાં વિધર્મી અસામાજિક તત્વોની હકના વસૂલી અને લુખ્ખાગીરી ને દૂર કરવી​​​​​​​
આ તમામ માંગો હાલમાં હિંદુ સંગઠનો એ તોરણવાડી ચોક ખાતે એકત્રિત થઈ રેલી સ્વરૂપ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here