હારીજ મામલતદાર ની કાયમી નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠી..

0
8

હારીજ મામલતદાર વય મર્યાદા ને લઈને નિવૃત્ત થયા બાદ નવીન મામલતદાર ની નિમણુક ન કરાતા અરજદારોને પડતી હાલાકી..પાટણ તા.16હારીજ મામલતદાર તા.30/7/2021 ના રોજ વય મર્યાદા ને લઈને નિવૃત થતા તેઓની ખાલી પડેલી જગ્યા ઉપર કાયમી મામલતદાર ની આજદિન સુધી નિમણૂક કરવામાં ન આવતા કચેરીના કામકાજ માટે આવતા અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે.પાટણ જિલ્લાનુ તાલુકા મથક હારીજ એક વેપારી મથક હોય અવાર નવાર વેપારીઓ સહિત અરજદારોને મામલતદાર કચેરી નાં કામ કાજ માટે મામલતદાર કચેરી ખાતે આવવું પડતું હોય છે ત્યારે હારીજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મામલતદાર તાજેતરમાં વય મર્યાદા ને લઈને નિવૃત્ત થતાં તેઓની જગ્યાએ આજદિન સુધી નવા મામલતદાર ની નિમણુક કરવામાં આવી ન હોવાથી વેપારીઓ સહિત અરજદારોના કામો અટકી પડ્યા છે અને તેનાં કારણે હાલાકી પણ ભોગવવી પડી રહી હોય ત્યારે તાત્કાલિક ધોરણે હારીજ મામલતદાર ની કાયમી નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here