હારીજ નગરમાં લાખોના ખર્ચે નાખવામાં આવેલ સી.સી. ટીવી કેમેરા એટલે લોકરક્ષા કરતું ત્રીજું નેત્ર બંધ કોઈ ઘટના બને તો નવાઈ નહિ….

0
30
હારીજ નગરમાં નગર પાલિકા દ્વારા ગત સમયે 38 લાખના ખર્ચે નાખવામાં આવેલ 64 સી.સી ટીવી વાઇ ફાઇ ડિજીટલ કેમેરા7 નગર ના મુખ્ય માર્ગો ઉપર ત્રણ કીમી સુઘી 31 સ્તંબ નાખવામાં આવ્યા હતા જે કૅમેરા શોભાના ગાંઠીયા સમાન સાબીત થવા પામી રહ્યા આધુનિક સુવિધાઓ વધે છે તેમ ગુનેગારો પણ આધુનીક ટેકનોલોજી નો ઉપયોગ કરી ગુનાઓ કરતા હોય છે તેવા સમયે ગુનાઓ રોકવા માટે ત્રીજી આંખ સમાન સી સી ટીવી કેમેરા પોલીસ ને ગુના ડીટેન કરવામા અને જનતાને પણ ઉપયોગી બનશે તેવા શુભ આશયથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેનું મોનીટરીંગ હારીજ પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવ્યું હતું અને તેની સારસંભાળ ની જવાબદારી હારીજ નગર પાલિકા ને સોંપવામાં આવી હતી પરંતુ નગર પાલિકા દ્વારા કોઇ જ પ્રકારની જવાબદારી રાખવામાં ના આવતા કૅમેરા છેલ્લા કેટલાક સમયથી સમયસર સર્વીસ ન થવા પામતા બંધ હાલતમાં હોઈ પોલીસ કે નગરજનોને પણ કોઇ ઉપયોગિતા બની શકતા નથી ત્યારે વારંવાર બનતી ઘરફોડચોરી બાઈક ઉઠાંતરી નગર ના મુખ્ય માર્ગો ઉપર બે રોક ટોક ગુનાઇત પ્રવુતિઓ ટ્રાફીક સમસ્યા વિગેરે સમસ્યાઓ હારીજ નગરમાં જોવા મળી રહી છે ત્યારે નગર ની જનતા અને પોલીસ મા ભારે માગ ઉઠવા પામી છે કે નગર પાલિકા દ્વારા તાકીદે સી સી ટીવી કેમેરા પુન કાર્યરત કરવામાં આવે ત્યારે તાજેતરમાં હારીજ બરોડા બેન્ક માં પણ એક ગરીબ નાગરીક ના કોઇ ગઠીયો છેતરપિંડી કરી રૂપિયા 25000 ની ઉઠાંતરી કરી જતા જે બાબતે પોલીસે તપાસ હાથ ધરવામાં આવતા બરોડા બેન્ક નો કેમેરો પણ બંધ હાલતમાં હોવાનુ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે નગરમાં કુલ 64 સી સી ટીવી કેમેરા મા ફક્ત 4 કૅમેરા ચાલુ હોવાનુ જાણવા મળી રહ્યું છે. આ બાબતે નગર પાલિકા પ્રમુખ રંજનબેન મકવાણા એ કેમેર બંધ હાલતમાં હોવા બાબતે જણાવ્યુ હતુ કે સિક્યુરસ ડિજિટલ કંપની એ કૅમેરા લગાવેલ છે તેઓને અમોએ જાણ કરી છે ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે.
રીપોટર.કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here