હારીજ તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયો ‘’મારી માટી, મારો દેશ’’ કાર્યક્રમ યોજાયો

0
6

“મારી માટી, મારો દેશ”: “માટીને નમન,વીરોને વંદન”

મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત સમગ્ર પાટણ જિલ્લામાં “માટીને નમન,વીરોને વંદન” થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિના અનોખા પર્વમાં લોકો જોડાઈ રહ્યા છે. તા.09 ઓગષ્ટથી શરૂ થયેલ આ કાર્યક્રમ અંતર્ગત તા. 9 થી 14 દરમિયાન ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ પાટણ જિલ્લામાં તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત પાટણ જિલ્લાના 9 તાલુકામાં તાલુકા પંચાયત કચેરી ખાતે મારી માટી,મારો દેશ અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. હારીજ શહેરમાં તાલુકા પંચાયત ખાતે આજરોજ મારી માટી મારો દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

          આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષની સ્મારક ઉજવણી અંતર્ગત આ વર્ષે તા.15મી ઓગષ્ટ સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તા.9 મી ઓગષ્ટથી 'મેરી મિટ્ટી, મેરા દેશ' અભિયાન યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે જિલ્લાના 9 તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાયા હતા. પાટણ, સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર, અને સાંતલપુરની તાલુકા પંચાયત કચેરી ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. હારીજ તાલુકા પંચાયત ખાતે આયોજીત કાર્યક્રમમાં મહેમાનોના સ્વાગત બાદ શિલાફલકમનું અનાવરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ મહાનુભાવોએ દીવો હાથમાં લઈને તેમજ લોકોએ માટી હાથમાં લઈને પંચ પ્રણ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. વસુધા વંદન અંતર્ગત તાલુકા પંચાયત કચેરી હારીજ ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતુ. મહાનુભાવોએ સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી પણ લીધી હતી. કાર્યક્રમમાં આજે વીર જવાનો જેમાં ઠાકોર વનરાજસિંહ, ઠાકોર કાંતીજી, દેસાઈ જગમાલભાઈ, વાઘેલા અનીરુદ્ધસિંહ, વાઘેલા દેવેન્દ્રસિંહ, પરમાર મગનભાઈ, ઠાકોર વિજુજી, પરમાર સેંધાભાઈ, પરમાર શિવારામભાઈ, વાઘેલા સતિષભાઈ, ઠાકોર રમેશજીનુ મહાનુભાવોના હસ્તે સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્રગાન ગાઇને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સન્માન બાદ ધ્વજવવંદન કરીને રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં વિવિધ શાળાઓની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ચાણસ્મા ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર, જીલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, તાલુકા પ્રમુખ વનરાજસિંહ ઠાકોર, ICDS અધિકારી ગૌરીબેન સોલંકી, સંગઠનના હોદ્દેદારોઓ ડી.વી. ઠાકોર, તેમજ અન્ય પદાધિકારીઓ, કર્મચારીઓ, વીર સૈનિકો તેમજ ગ્રામજનો કાર્યક્રમના સહભાગી બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here