હારીજથી ભૂજ જતી એસ.ટી બસમાં ઝડપાયેલ જથ્થો ગૌમાંસ હોવાનો થયો ખુલાસો: FSLમાં ગૌમાંસ સાબિત થતા બે ઈસમો ની કરાઇ અટકાયત

0
2

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

પાટણ જિલ્લાના સાંતલપુરથી હારીજથી ભુજ જતી સરકારી એસટી બસમાંથી માંસના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો.બસ માં માસ જઈ રહ્યું હોવાની વિગત મળતા ની સાથેજ ગૌસેવકો દ્વારા પોલીસને સાથે રાખી બસમાંથી માસ ભરેલો થેલો સાથે શખ્સની અટકાયત કરી માંસ સહિત શખ્સને સાંતલપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો.જે ઘટના ને લઇને પોલીસ દ્વારા માંસના સેમ્પલને એફએસએલમાં મોકલવામાં આવ્યુ હતુ. ત્યારે એફએસએલ રિપોર્ટ માં ગૌમાંસ હોવાનુ સાબિત થતા પોલીસ દ્વારા માંસ સાથે ઝડપાયેલ અલ્તાફ નામના શખ્સની ધરપકડ કરી હતી અને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઇ હતી.

હારીજથી ભુજ જતી એસ.ટી બસમાંથી માંસના જથ્થા સાથે મનુભાઈ અમરાભાઈ નામના શખ્સની અટકાયત કરવામાં આવી હતી.તેમજ બસમાં લઈ જવામાં આવી રહેલ માંસના સેમ્પલની એફએસએલ કરાઈ હતી ત્યારે તેના રિપોર્ટમાં ગૌમાંસ હોવાનુ સાબિત થવા પામ્યુ હતુ. ત્યારે પોલીસ દ્વારા બસમાં લઈ જનાર આરોપી તેમજ માંસનો જથ્થો જે શખ્સ પાસેથી લાવવામાં આવ્યો હતો. તે અલ્તાફ નામના શખ્સ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી અને ગૌમાંસ હોવાનો ઘટસ્ફોટ થતાં ગૌપ્રેમીઓ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમજ આવા ઈસમો વિરૂદ્ધ કડક માં કડક સજા થાય તેવી ગૌ પ્રેમીઓની માંગ ઉઠવા પામી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here