હારિજ તાલુકાના કુરેજા કેનાલમાં સ્કૂલના વિધાર્થીનો આપઘાત : પીમ્પલાના ગામની સ્કૂલમાં અભ્યાસ કરતો વિધાર્થીએ કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું

0
0

પાટણ.
રાધનપુર.
અનિલ રામાનુજ રાધનપુર

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કુરેજા કેનાલમાં સ્કૂલના વિધાર્થીનો આપઘાત ની ઘટના સામે આવી છે.જેમાં પીમ્પલાના ગામની સ્કૂલમાં અભ્યાસ કરતો વિધાર્થીએ કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું છે.જે ઘટનાને લઈને પરિવારજનો માં શોકનો માહોલ છવાયો હતો.ધોરણ 9 માં અભ્યાસ કરતો ચંદ્રેશ વાલાભાઈ પરમાર નામના વિધાર્થીએ આપઘાત કર્યો હતો. જે ઘટના ને લઇને વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. ચંદ્રેશ નામના વિદ્યાર્થીએ ઘરેથી સ્કૂલે જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો જે બાદ કેનાલમાં ઝંપલાવી આપઘાત કરતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે અને પરિવારજનો માં શોકનો માહોલ છવાયો છે. ઘટનાને લઈને પરિવારજનોને હારીજ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. તો બીજી તરફ વિદ્યાર્થીનાં આપઘાતનું કારણ હજુ અકબંધ જોવા મળી રહ્યું છે.પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પી એમ અર્થે હારીજ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ લવાઈ હતી.તેમજ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હોવાની વિગત જાણવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here