હારિજ ખાતે નિવૃત્ત જવાન દ્વારા શહીદ પરિવાર ને યોગ્ય વળતર ચૂકવવા એક અનોખી મુહિમ ચલાવી…

0
12

: ગુજરાત સરકાર દ્વારા સૈનિક સરહદ પર કે અન્ય જગ્યાએ શહીદ થાય છે તેના પરિવારને એક લાખ રૂપિયા વળતર આપે છે
1 લાખ રૂપિયામાં શહીદના પરિવારનું ગુજરાત કઈ રીતે ચાલી શકે?

આ વાત ને લઈ માજી સૈનિક વિશાલ વાજા દ્વારા સરકાર ને રજુઆત કરવામાં આવી કે શહીદ ના પરિવાર ને 50 લાખ થી 1 કરોડ રૂપિયા અન્ય રાજ્ય માં જે રીતે આપવામાં આવે છે એ રીતે આપવામાં આવે પણ રાજ્ય સરકાર દવારા જવાબ ન મળતાં માજી સૈનિક દવારા લોકો ની સહી ઝૂંબેશ શરૂ કરવામાં આવી અને જ્યાં સુધી નિર્ણય ન લેવાય ત્યાં સુધી દરરોજ વિવિધ જાહેર સ્થળો પર જાય છે અને લોકો પાસે સહી કરી તેમનો અભિપ્રાય લેવામાં આવે છે.નિવૃત્ત જવાન વિશાલ વાજા દ્વારા એક અનોખી મુહિમ શરૂ કરવામાં આવી છે જેના ભાગ સ્વરૂપે આજે હારિજ શહેર માં મુહિમ ચલાવતાં ભારે સંખ્યા માં લોકો જોડાયા અને ૧૦૦ થી પણ વધુ લોકો સહમતી દર્શાવી સહી કરી હતી.નિવૃત્ત જવાન શહીદ થયેલા જવાનો ને બીજા રાજ્ય ની જેમ વળતર ચૂકવવા માટે ની મુહિમ ચલાવી રહ્યા છે. ..
અહેવાલ..રવિ દરજી હારીજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here