હાઇવે રોડ ઉપર ટ્રક ડ્રાઇવરોને હથિયાર બતાવી લૂંટ ચલાવતી ટોળકીને પકડી પાડી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી પાડતી અંજાર પોલીસ

0
193

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે વણશોધાયેલ ગુનાઓ તથા હાઇવે પર ટ્રક ડ્રાઇવરોને મારીને લૂંટ ચલાવતા ઇસમોને શોધી કાઢવા સૂચના આપેલ હોઇ અને આજરોજ અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૯૯૩૦૦૩૨૧૦૭૧૭/૨૦૨૧ ઈ.પી.કો.કલમ -૩૯૭,૩૯૪,૩૨૩,૪૨૭,૧૧૪ તથા જી.પી. એકટ કલમ -૧૩૫ મુજબ નો ગુનો જાહેર થયેલ અને આજરોજ પી.આઇ શ્રી એમ.એન.રાણા સાહેબ નાઓએ તાબાના માણસો સાથે ના.રા.મા હતા જેથી તેઓએ આ ગુન્હો શોધી કાઢવા પ્રયત્નો ચાલુ કરેલ તે દરમ્યાન હકીકત મળેલ કે ફરીયાદીએ જણાવેલ વર્ણન મુજબના ઇસમો લાલ કલરના બાઇક ઉપર ભચાઉ બાજુથી આવી ગાંધીધામ તરફ જઇ રહેલ છે જેથી તેઓની વોચમાં રહી તેઓને ગુના કામે લૂટમાં ગયેલ મુદામાલ આઇ.ડી. પ્રૂફ તથા રોકડ રકમ તથા ગુના કામે વાપરેલ વાહન સાથે ત્રણ ઇસમોને નીચે મુજબ ના મુદામાલ સાથે રાઉન્ડ અપ કરી ગણતરીના કલાકોમા હાઇવે લૂંટના ગુનાનો ભેદ ઉકેલી પાડેલ છે . પકડાયેલ આરોપી ( ૧ ) વિષ્ણુભાઈ રાજુભાઈ મોસપરા ( દેવીપુજક ) ઉ.વ .૧૯ હાલ રહે . GIDC ઝુપડાં , કાર્ગોની બાજુમાં , ગાંધીધામ મુળ રહે જેસડા તા.સમી જી.પાટણ ( ૨ ) કિશન ચમનભાઈ ઝઝવાડીયા ( દેવીપુજક ) ઉ.વ .૨૨ હાલ રહે . GIDC ઝુપડાં , કાર્ગોની બાજુમાં , ગાંધીધામ મુળ રહે.બાસ્પા તા.સમી જી.પાટણ ( ૩ ) જીતુભાઈ ગોવીંદભાઈ ધધાણીયા ( દેવીપુજક ) ઉ.વ .૨૦ હાલ રહે . GIDC ઝુપડાં , કાર્ગોની બાજુમાં , ગાંધીધામ મુળ રહે . તારોડા તા.સમી જી.પાટણ કજે કરેલ મુદામાલ : ( ૧ ) રોકડા રૂપીયા .૪,૧૧૦ / ( ૨ ) મોબાઇલ ફોન નંગ -૨ કિ.રૂ .૧૦,૦૦૦ / ( ૩ ) હીરો હોન્ડા મો.સા.નંબર- GJ 12 Q 1893 કિ.રૂ .૩૫,૦૦૦ / * કુલ કિ.રૂ .૪૯ ૧૧૦ / શોધાયેલ ગુન્હાઓ : ( ૧ ) એ ડીવીઝન પોલીસ સ્ટેશન ૧૧૯૯૩૦૦૬૨૧૦૮૨૭/૨૧ ઇ.પી.કો. કલમ -૩૨૪ ૧૧૪ વિ . મુજબ ગુન્હાનો એમ . ઓ . : આરોપીઓ બાઇક લઇ હાઇવે રોડ પર નીકળી બંધ ઉભેલ વાહન ચાલકોને હથિયાર બતાવી તેઓને ઇજા કરી તેઓ પાસે રહેલ રોકડ તથા કિંમતી મુદામાલની લૂંટ ચલાવે છે . આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .

*રીપોર્ટ રાણાભાઇ આહીર*
*અંજાર -કચ્છ*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here