હળવદના જુની જોગડ ગામે ડબલ મર્ડર મોરબી જિલ્લો ફરી લોહીયાળ બન્યો

0
4

જુની જોગડ ગામે ભેંસ ચરાવવા જેવી નજીવી બાબતે બે જુથ વચ્ચે બઘડાટી બોલતા બન્ને પક્ષે એક-એક મોત મોરબી જિલ્લામાં ડબલ મર્ડરના બનાવથી સનસનાટી મચી ગઈએક મહિનામા ૬ મર્ડર મોરબી જિલ્લો સીરામીક નગરીમાંથી મર્ડરનગરી બની ગયો ? અસામાજિત તત્વો બન્યા બેખોફમોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા ખાડે ગયો હોય તેમ ફરી મર્ડરનો બનાવ સામે આવ્યો છે દીનપ્રતિદિન બનતા ક્રાઈમના ગંભીર બનાવોથી ક્રાઈમનો ગ્રાફ વધતો હોય તેમ આજે હળવદના જુની જોગડ ગામે ડબલ મર્ડરનો બનાવ સામે આવતા કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે અને એક જ મહીનામાં ૬ જેટલા મર્ડરથી મોરબી જિલ્લો ફરી લોહીયાળ બન્યો છે જેમા હળવદ તાલુકાના જુની જોગડ ગામે ભેંસો ચરાવવા જેવી નજીવી બાબતે એક જ જ્ઞાતિના બે જુથ વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં બન્ને પક્ષે એક-એક વ્યક્તિના મોત નિપજતા ડબલ મર્ડરની ઘટના સામે આવી છે બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના જુની જોગડ ગામે સમયે ભેંસો ચરાવવા બાબતે થયેલી માથાકૂટ લોહિયાળ બની હતી અને જોતજોતામાં બન્ને પક્ષના લોકો સામસામે આવી જતા ખુનીખેલ ખેલાયો હતો જેમા રઘુભાઈ બચુભાઈ કોળી અને નવઘણભાઈ શેંધાભાઈ કોળી નામના બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હોવાનું બહાર આવ્યુ છે અને જુની જોગડ ગામે ડબલ મર્ડરની ગંભીર ઘટનાની જાણ થતા મોરબી જિલ્લા એલસીબી અને હળવદ તાલુકા પોલીસ સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે હાલ પોલીસ દ્વારા ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી છે મોરબી જિલ્લામા એક જ મહીનામાં ૬ જેટલા મર્ડરથી જિલ્લામાં સનસનાટી મચી ગઈ છે.

અહેવાલ.. મયંક દેવમુરારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here