હળવદના ચિત્રોડી ગામના અને દીઘડીયા વાડી વિસ્તારમાં રહેતા સગા ભાઈઓએ ભાઈને છરી ધારીયા જેવા હથીયારોથી વેતરી નાખ્યો

0
5

ટુંકા ગાળામાં મોરબી જિલ્લામાં વધુ એક હત્યા, આશરે દોઢેક મહીનામાં હત્યાનો આંક નવ ઉપર પહોચ્યો મોરબી જિલ્લામાં વધુ એક હત્યાથી ખળભળાટ

મોરબી જિલ્લાના હળવદના દિઘડીયા ગામની સીમમાં રહેતા મુકેશભાઈ કુકાભાઈ સારલા ( ૩૫ ) તેમના પરિવાર સાથે ઘરે હતા ત્યારે તેના બે સગાભાઈ રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ બોલાચાલી કરીને મુકેશભાઈ ઉપર છરી અને ધારીયા વડે હુમલો કર્યો હતો જેથી ઇજાઓ થવાથી મુકેશભાઈનું મોત નીપજ્યું હતું અને આ ઘટનામાં તેના પત્ની દક્ષાબેનને અને બાર વર્ષના દીકરાને પણ ઈજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવેલ છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રઘાભાઈ , મુકેશભાઈ અને મુન્નાભાઈ ત્રણ સગાભાઇ છે અને તેઓની વડીલોપાર્જિત ૧૫ વીઘા જમીનમાંથી ત્રણેય ભાઈઓને પાંચ પાંચ વીઘા જમીન ભાગમાં આવેલ છે જો કે , વીજ કનેક્શન એક જ હોવાથી મોટરથી પાણી લેવા બાબતે બોલાચાલી થઈ હતી . અને બાદમાં બે સગાભાઈઓએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં મુકેશભાઇનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો અને આ બનાવમાં મૃતકના પત્ની દક્ષાબેનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે વધુ તપાસ હળવદ પોલીસ કરી રહી છે

રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here