હરીયાણા રાજ્યમાંથી અપહરણ કરાયેલ ભોગ બનનારને શોધી કાઢી અપહરણ કરનાર આરોપીને પકડી પાડતી ભચાઉ પોલીસ*

0
41
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબ નાઓ તરફથી શરીર સબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ તેમજ આરોપી શોધી કાઢવા સુચના હોઈ જે અનબ્બે પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.એન.કરંગીયા નાઓને હરીયાણાના ચરખી દાદરી જીલ્લાના બોન્ડ કલન પોલીસ સ્ટેશનના થાણા અધિકારી દ્વારા ટેલીફોનીક જાણ કરેલ કે બોન્ડ કલન પોલીસ સ્ટેશન એફ.આઈ.આર રજી . નં -૦૦૬૫ / ૨૦૨૧ ઈ.પી.કો કલમ ૩૬૫ મુજબનો ગુનો દાખલ થયેલ છે જે ગુના કામેના ભોગ ભનનાર તેમજ આરોપી હાલે ભચાઉ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છે જે બાબતે પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એન.કરંગીયા નાઓ દ્વારા તુરંત જ તમામ ઓ.પી / બીટ ઈન્ચાર્જ તેમજ સર્વેલન્સ સ્ટાફને ઉપરોક્ત હકિકતની સમજ કરી ભોગ બનનાર તેમજ આરોપીના ફોટોગ્રાફ્સ આધારે તપાસમાં રહેવા જણાવેલ જે દરમ્યાન પોલીસ કોન્સ્ટબલ હરીસિંહ ઉદયસિંહ રાઠોડ નાઓની ખાનગી બાતમી આધારે આ કામેના ભોગ બનનાર તેમજ આરોપીને ચોબારી ઓ.પી.ના ભરુડીયા ગામની સીમમાંથી શોધી કાઢી હરીયાણા રાજ્યના ચરખી દાદરી જીલ્લાના બોન્ડ કલન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી મજકુર ઈસમને રાઉન્ડ અપ કરેલ છે . આરોપી : ઓમવીર રણધીર ધાનક ઉ.વ .૨૨ રહે . સોપકાસણી જી . ચરખી ધાધરી ( હરીયાણા ) આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એન.કરંગીયા તથા એ.એસ.આઈ હરજીભા ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટબલ વિશ્વજીતસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ્ટબલ સુરેશભાઈ પીઠીયા તથા અશોકજી ઠાકોર તથા હરીસિંહ રાઠોડ તથા નારણભાઈ આસલ વિગેરેનાઓ સાથે રહી કરવામાં આવેલ હતી.
રિપોર્ટ. દિપક આહીર
ભચાઉ કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here