સ્વ. બચુ ભાઈ હરગોવિંદભાઈ પટેલ ના દુઃખદ અવસાન પ્રસંગે પ્રાર્થના સભા યોજાઈ.

0
3

ચાણસ્મા કેળવણી મંડળ ,ચાણસ્મામાં અનેક વર્ષોથી માનદ મંત્રી તરીકે કાર્યકર્તા શ્રી બચુભાઈ એચ.પટેલ તારીખ :19 -9- 2023 ના રોજ આકસ્મિક સદગત થયા હતા. જે બદલ સમગ્ર ચાણસ્મા નગર ઘેરા આઘાત અને દુઃખની લાગણી અનુભવે છે .શ્રી બચુભાઈ દ્વારા ચાણસ્મા કેળવણી મંડળ નું સંચાલન અને વિકાસ સારો થવા પામ્યો હતો. તેઓ સ્વભાવે ઉત્સાહી અને પરિશ્રમી સેવા વૃત્તિ ધરાવતા હતા. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા શ્રેષ્ઠ સંચાલક મંડળ નો એવોર્ડ ચાણસ્મા કેળવણી મંડળને અપાવવામાં ભારે પુરુષાર્થ કરેલ હતો. પરિણામે ચાણસ્મા કેળવણી મંડળનું ગૌરવ વધારેલ હતું. આ ઉપરાંત પાટણ જિલ્લા શાળા સંચાલક મંડળના મહામંત્રી તરીકે તેઓ અનેક વર્ષો સુધી કામ કરેલ હતું.

આથી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના સહમંત્રી તરીકે તેઓની વર્ણી થતા ચાણસ્મા કેળવણી મંડળ અને ચાણસ્મા નગર નું તેમણે ગૌરવ વધારેલ હતું. લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત ટ્રસ્ટ , સ્વામી સચ્ચિદાનંદ યોગાશ્રમ, ભારત વિકાસ પરિષદ, જાયન્ટ્સ ગ્રુપ ,મહાત્મા ગાંધી વિનય મંદિર જેવી અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા હતા. અનેક સેવા કીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા હતા. ચાણસ્મા નગરની શૈક્ષણિક સંસ્થાઓના વિકાસ અને વિસ્તારમાં તેમણે સરાહનીય યોગદાન આપેલ હતું. તેઓ સદગત થતા ચાણસ્મા નગરને એક વિશિષ્ટ કાર્યશીલ વ્યક્તિની ખોટ પડી છે. તે ખોટ પૂરી શકાય તેમ નથી .

આજરોજ તારીખ: 24 -9 -2023 ના રોજ ભાનાની સંસ્કાર ભવન ખાતે ચાણસ્મા કેળવણી મંડળ ,ચાણસ્મા શ્રી લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવ્રત ટ્રસ્ટ પરિવાર ,મેડિકલ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ , ચાણસ્મા પ્રગતિ મંડળ અમદાવાદ,ભારત વિકાસ પરિષદ,જયન્ટ્સ ગ્રુપ, મહાત્મા ગાંધી વિનય મંદિર , ગાયત્રી શક્તિ પીઠ, ચાણસ્મા વગેરે જેવી સ્વેચ્છિક સંસ્થાઓ અને ચાણસ્મા નગરના નગરજનો દ્વારા સદગત બચુભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચાણસ્મા કેળવણી મંડળના પદાધિકારી શ્રી કેશુ ભાઈ કે. પટેલ ( કા. પ્રમુખશ્રી ) શ્રી સીતારામ ભાઈ કે.પટેલ , કુ. શોભનાબેન બી. પટેલ ( મંત્રીશ્રીઓ )કેળવણી કાર શ્રી મનુકાકા ,, ડૉ કાનજીભાઈ વી.પટેલ, શ્રી ઉમેશભાઈ જે. પટેલ,શ્રી નટવરભાઈ કે. પટેલ ( મામા )શ્રી વસંતભાઈ પટેલ , શ્રી મનુભાઈ એસ.પટેલ વગેરે મહાનુભાવો તથા નગરની તમામ સંસ્થાઓ નાં હોદેદારો અને ચાણસ્મા નગર નાં નગરજનો દ્વારા સદગત બચુભાઇ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.અને પરિવારને હિંમત અને આશ્વાસન આપવા મા આવ્યું હતું.કાર્યક્રમ નું સફળ સંચાલન પૂર્વ વય નિવૃત્ત સારસ્વત શ્રી ચંદુભાઈ એન. પટેલ અને વિપુલભાઈ દરજી ( આચાર્ય શ્રી ) દ્વારા રજૂ થયું હતું.તમામ શૈક્ષણિક સંસ્થાઓ નો સ્ટાફ કાર્યક્રમને સફળ બનાવવા ખડે પગે હાજર રહ્યો હતો. ગર્લ્સ હાઇસ્કુલ ના અધ્યાપિકા બેન શ્રી પીંકાબેન, મનિષાબેન, પ્રિયંકાબેન પંચોલી, રમેશભાઈ ગાવિંત અને સંગીત વૃંદ દ્વારા સુંદર પ્રાર્થનાઓ રજૂ કરીને કાર્યક્રમ ને ગૌરવપૂર્ણ બનાવેલ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here