સ્વસ્તિક ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ ખાતે હર્ષભેર ‘ રામોત્સ્વ ‘ ની ઉજવણી કરાઇ

0
0
      અયોધ્યામાં ભગવાન શ્રીરામની પુનઃ પ્રાણપ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પાલનપુરની સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ શાળાનું વાતાવરણ રામમય બની રહ્યું છે. 
      આપણી ભારતીય સંસ્કૃતિને અનુસરતાં શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકોએ શ્રી રામ, લક્ષ્મણ, સીતાજી, હનુમાન, શબરી, ઋષિ વિશ્વામિત્ર, ઋષિ ગૌતમ, અહિલ્યા જેવા વિવિધ પાત્રો માં સજી ને આવ્યા હતા. આ સાથે સૌએ સાથે મળીને રામાયણની અનેરી ઝાંખી પ્રસ્તુત કરી હતી. 
     પોતાના પતિ ગૌતમ ઋષિના શ્રાપથી પથ્થર બની ગયેલ અહલ્યા ને શ્રી રામના ચરણ સ્પર્શથી પુનઃજીવન પ્રાપ્ત થાય છે તેવા સતયુગનાં આબેહૂબ દર્શન કરાવ્યા હતા. 
   આ સાથે તુલસીદાસ-પ્રભુ રામનું મિલન, શબરીની શ્રી રામને મળવાની ઉત્કંઠા વગેરે ની ઝાંખી પ્રસ્તુત કરી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલની પવિત્ર ધરા પર

આ બાળકોએ સત્ય, ધર્મ અને પવિત્રતાનો શાસ્ત્રોક્ત સંદેશ આપ્યો હતો.
આ વિશેષ કાર્યક્રમ માટે મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્યા હેતલબેન રાવલ અને સ્ટાફ નાં સહયોગથી કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here