સ્થાનિક પ્રશ્નો નિકાલ ન આવતા સેક્ટર 21 જનતા બજાર ના વેપારી મંડળ દ્વારા આમ આદમી પાર્ટીના સહારે..

0
77


સેક્ટર 21 જનતા બજાર મેઇન માર્કેટ ખાતે છેલ્લા કેટલા સમયથી સ્થાનિક પ્રશ્નો બાબતે સત્તાધારી કચેરીઓ નો સંપર્ક કરી અવારનવાર રજુઆત કરવામાં આવી પરંતુ છેલ્લા છ મહિનાથી તેમની સમસ્યાઓ ને ધ્યાને લેવાઈ રહી નથી. આવા સમયે વેપાર સંગઠન દ્વારા અપેક્ષિત વિકલ્પ તરીકે ઉભરી આવતો પક્ષ એટલે આમ આદમી પાર્ટીનો સંપર્ક સાધવામાં આવ્યો.
સદર બાબતે આમ આદમી પાર્ટીને ધ્યાને આવતા જ વોડ નંબર પાંચના ઉમેદવાર *શ્રી નિકુંજ મેવાડાવાળા, મહામંત્રી વિનોદભાઈ પટેલ, અને ગાંધીનગર જિલ્લા ઉપપ્રમુખ સુનિલ ભાઈ પટેલ* સંદર્ભિત સમસ્યાના મુદ્દે સમીક્ષા કરવા દોડી આવ્યા હતા.
સદર બાબતે *જનતા બજાર માલિક એસોસિએશન ના *પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ દરજી તેમજ ઉપપ્રમુખ શ્રી રફિકભાઈ* સાથેની રૂબરૂ મુલાકાત કરતા તેમજ તેમની સમસ્યાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરતા તેઓશ્રીએ જણાવેલ કે
1. છેલ્લા છ મહિનાથી સદર બજાર માં આવેલા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર સોચાલય ને છેલ્લા છ મહિનાથી ખરાબ પાણીના નિકાલ માટે  સુવિધાનો અભાવ હોવાના કારણે તાળા મારવામાં આવેલા છે. જેના કારણે તેઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે.
2. કોર્પોરેશન કે તંત્ર દ્વારા pre-monsoon કામગીરી ના નામે ફક્ત ભ્રષ્ટાચાર જ નોંધાતો હોય વરસાદી પાણીના નિકાલ માટે થઈ જરૂરી વ્યવસ્થા તો છે પરંતુ લાઈનો બ્લોકેજ હોવાના કારણે પાણીનો ભરાવો તેમજ આસપાસની ડ્રેનેજ લાઈન નો બગાડ પણ બજારમાં ભરાતા વેપારી વર્ગ તેમજ ખરીદાર મુલાકાતીઓને રોગચાળો ફાટી નિકળે તેવી સમસ્યા ઉભી થાય તેમ છે.
3. તેમજ કોરોના કાળ દરમ્યાન lockdown ના સમયે તેમજ આંશિક lockdown દરમિયાન ધંધા-વેપારમાં ખૂબ સર્જાતા સ્થાનિક વેપારીઓ દ્વારા તેઓ પાસેથી ઉઘરાવવામાં આવતા ભાડા તેમજ કોર્પોરેશન ટેકસ માફી આપવામાં આવે તો આર્થિક રીતે ઉભા થવા માં તકલીફ ન પડે.

ઉપરોક્ત બાબતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી નિકુંજ મેવાડાવાળા દ્વારા તેઓને આશ્વાસન અને બાહેધરી પણ આપવામાં આવી કે સદર બાબતે સંલગ્ન કચેરી ખાતે જરૂરી રજૂઆત તેમજ એક્શન લઈ વેપારી વર્ગને પડી રહેલી તકલીફો દૂર કરવા પ્રયત્ન કરવામાં આવશે. આમ આદમી પાર્ટીને મળતા આ રીતના સમર્થન અને તેમના દ્વારા કરવામાં આવતી સચોટ રજૂઆત ના કારણે મળતા પરિણામો પ્રજા માટે ઉગતા સુરજ ની નિશાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here