સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

0
15

વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધારેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ તથા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ શીશ ઝૂકાવીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી.

સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે આવેલા કેન્દ્ર સરકારના મંત્રી મંડળના સદસ્યો સર્વ શ્રી પુરુષોત્તમભાઇ રૂપાલા, શ્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ શ્રી સી. આર. પાટીલ સહિતના વરિષ્ઠ આગેવાનો સાથે જોડાયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા ચાલી રહેલા વિવિધ વિકાસ કામો તથા પ્રોજેક્ટ અંગે મહાનુભાવોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

ધર્મેન્દ્ર ભીલ.. બીજી ન્યૂઝ ..નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here