સ્કૂલ ચલે હમ:- મોરબીની માધાપરવાડી શાળાના વિદ્યાર્થીઓને વિશિષ્ટ રીતે શાળામાં આવકાર્યાકુમ કુમ તિલક કરી ફૂલડે વધાવી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું.

0
6

મોરબી.કોરોના કાળના કારણે સમગ્ર રાજ્યની સાથે સાથે મોરબી જિલ્લાની શાળોઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય ઘણાં લાંબા સમયથી બંધ હતું,પણ સરકારની સૂચનાથી વર્ષ 2021/22 ના શૈક્ષણિક સત્રનો શુભારંભ કરવામાં આવેલ છે,સત્રના ત્રણ માસ જેટલો સમય વીતી ગયો હોય,વિદ્યાર્થીઓમાં શાળાએ આવવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો.શાળોમાં ધો.6 થી 8 ના વર્ગો દરરોજ 50 % મુજબ રોટેશન પદ્ધતિથી ચાલુ કરવામાં આવેલ છે,જેમાં સરકારની એસ.ઓ.પી.ગાઈડ લાઈન મુજબ સોસિયલ ડીસ્ટીનસિંગ જાળવવું,સમૂહ પ્રાર્થના કરવાની નહિ. વિદ્યાર્થીઓએ નાસ્તા કે પાણીની બોટલની આપ લે કરવી નહીં. વારંવાર હાથ સાફ કરવા, જ્યાં ત્યાં થુકવું નહિ.માસ્ક પહેરવું વગેરે સુચનાઓને ધ્યાનમાં રાખી માધાપરવાડી શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્યની શરૂઆત કરતા પૂર્વે શાળાના તમામ શિક્ષક બહેનો અને ભાઈઓ દ્વારા દરેક વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી તાપમાન માપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી, ફૂલડે વધાવી વિશિષ્ટ રીતે સ્વાગત કરી શાળામાં આવકાર્યા હતા.

રીપોર્ટર.. મયંક દેવમુરારી …મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here