સોરઠની ધરતી પર ગુનાખોરી ને ડામવા “ગુજસી ટોક” કાયદાનું પાલન કરાવતા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને માન્ય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્શભાઈ સંઘવી

0
19

જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ ની રજૂઆત રંગલાવી

ગુંડા તત્વોને ડામવા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ “ગુજસી ટોક” કાયદાનું પાલન કરાવી સાબિત કરી બતાવ્યું કે કાયદો જ સર્વોપરી છે

થોડા સમય પહેલા વિસાવદર માં બેનલ ખૂબ જ નિંદનીય ઘટનામાં અસામાજીક તત્વો ની ટોળકી દ્વારા વિસાવદરમાં નાના વેપારીઓ પાસે આતંક ફેલાવી ધાક-ધમકી આપી ડરનો માહોલ ઉભો કરી ખડણી માગવામાં આવી હતી અને લોકો ઉપર હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો.આ ઘટનાથી સમગ્ર વિસાવદરના જનતામાં ભય નો માહોલ સર્જાયો હતો.જે બાબતે આવા ગુંડા આવારા તત્વો પર કડક માં કડક કાર્યવાહી થાય અને વિસવાદર શહેર અને તાલુકાની જનતા સાથે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને તે માટે શહેરના આગેવાનો અને સામાજિક સંગઠનો દ્વારા કિરીટ પટેલ ને રજૂઆત કરવામાં આવી હતી.જે રજૂઆત ને ધ્યાને લઇ આ ગંભીર બનાવ નો પ્રજાહિત વહેલી તકે નિર્ણય લઈ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માન્ય ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ આવારાતત્વો સામે “ગુજસી ટોક” કાયદ્દો લાગું કરી કાયદાનું સંપૂર્ણ ભાન કરાવ્યું છે. અને સાબિત કરી બતાવ્યું કે સરકાર પ્રજાના પ્રશ્નો ના નિરાકરણ માટે તત્પર છે.વિસાવદરના બનાવ માં પાંચ આરોપીઓ સામે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ દ્વારા “ગુજસી ટોક” અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે . પ્રજાના હિત માં ગુજરાત સરકાર અને ગુહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ “ગુજસી ટોક” કાયદા હેઠળ આવારાતાત્વો સામે લાલ આંખ કરી છે તે બદલ વિસાવદર ની જનતા આભાર માને છે . જૂનાગઢ જિલ્લામાં સૌ પ્રથમવાર પાંચ ઈસમો સામે “ગુજસી ટોક” કાયદો લાગુ કરવામાં આવ્યો છે.સમગ્ર સોરઠ પંથક માં સરકારના નિર્ણય થી અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો અને સાબિત થઈ ગયું છે કે કાયદો જ સર્વોપરી છે.

પ્રતિનિધિ
વસીમખાન બેલીમ માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here