સોમનાથ નગર 2 માં પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી આવતા લેખિત રજુઆત

0
3

અહેવાલ…દિલીપ પટેલ

હારિજ નગર પાલિકાને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્ન હલ થયો નથી.

હારિજ સોમનાથ નગર 2 ના રહીશોને પીવાની પાણી ની પાઈપલાઈનમાં ભૂગર્ભ ગટરના મિક્ષ પાણી થઈ જતા હોવાની બુમરાડ ઉઠવા પામી છે.પાલિકામાં રજુઆત કરવા છતાં કોઈજ પરિણામ નહિ આવતા મહિલાઓ દ્વારા મામલાતદારને આવેદનપત્ર આપી પ્રશ્ન હલ કરવા રજુઆત કરવામાં આવી છે.
હારિજ મામલતદાર કચેરી ખાતે સોમનાથ નગર 2 ની મહિલાઓએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે અઓમનાથ નગર 2 મા 20 થી 22 દિવસથી ઘેર ઘેર નળમા આવતા પીવાના પાણીમાં ભૂગર્ભ ગટરનું પાણી મિક્સ થઈ જવાથી દુર્ગંધ મારતું ડહોળું પાણી આવે છે.જેના કારણે પીવામા આવેતો રોગચાળો ફેલાવાની ભીતિ છે.જે પાઇપલાઇન ચેક કરી પ્રશ્ન હલ કરવા પાલિકામાં અગાઉ રજુઆત કરવામાં આવી છતા પ્રશ્ન હલ નહી થતા મહિલાઓએ મામલતદાર ને આવેદનપત્ર આપી લેખિત રજુઆત કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here