સોજા હાઈસ્કૂલના ગણિત શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ઈન્ડિયન ગ્લોરી એવોર્ડ પ્રાપ્ત થયો..

0
3

શ્રેષ્ઠ ગણિત શિક્ષક રાકેશ પ્રજાપતિ એ અગાઉ પણ શિક્ષણ ક્ષેત્રે અનેક એવોર્ડ મેળવી ગૌરવ અપાવ્યું છે.

પાટણ તા.૧
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા “શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા” ખાતે ગણિત-વિજ્ઞાન વિષયના નિષ્ણાત શિક્ષક એવા રાકેશ પ્રજાપતિની શ્રેષ્ઠ ગણિત શિક્ષક તરીકેના રાષ્ટ્રીય સ્તરના “ઈન્ડિયન ગ્લોરી એવોર્ડ” માટે પસંદગી કરવામાં આવી છે. વિશ્વભરના વિવિધ ક્ષેત્રના પ્રતિભા સંપન્ન પ્રતિષ્ઠિત નાગરિકોને ઈન્ડિયન ગ્લોરી એવોર્ડથી નવાજવામાં આવી રહ્યાં છે. ગત ૧૧ સપ્ટેમ્બરના રોજ અનેકવિધ ક્ષેત્રે સવિશેષ યોગદાન આપનાર વિવિધ વિરલ વ્યક્તિ વિશેષને ઈન્ડિયન ગ્લોરી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યાં હતાં. ગુજરાત માંથી ગણિત વિષયના તજજ્ઞ શિક્ષણવિદ્ એવા રાકેશ પ્રજાપતિની પસંદગી ઇન્ડિયન ગ્લોરી એવોડૅ માટે કરવામાં આવી હતી. “રાહી” ના હુલામણા નામે જાણીતા સમાજસેવી રાકેશ પ્રજાપતિને અગાઉ રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. આ એવોર્ડ એમની યશકલગીમાં એક વધુ પીંછાનો ઉમેરો કરે છે. પ્રજાપતિ સમાજ અને સોજા હાઈસ્કૂલનું ગૌરવ વધારવા બદલ સારસ્વત પરિવાર તરફથી તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં હોવાનું શાળાના આચાર્ય ભાવેશભાઈ જોષી જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here