સી.એન.આર્ટસ એન્ડ બી.ડી.કોમર્સ કોલેજમાં ‘ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ’ની મીટીંગ યોજાઈ

0
5શ્રી એમ.પી.શાહ એજ્યુકેશન સોસાયટી કડી સંચાલિત સી.એન.આર્ટસ એન્ડ બી.ડી.કોમર્સ કોલેજમાં આજ તા.૪-૧-૨૨ ને મંગળવાર સાંજે ૬-૦૦ વાગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક મીટીંગ શ્રી એમ.પી.શાહ એજ્યુકેશન સોસાયટી,કડીના મંત્રી શેઠશ્રી નલીનભાઇ શાહ ના પ્રમુખપણા નીચે યોજાઈ ગઈ. સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી રાજુભાઇ પટેલ – ચેરમેન શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ,કડી તથા અતિથિ વિશેષ પદે શ્રી જયદીપભાઈ બ્રહ્મભટ્ટ – કારોબારી સભ્ય,એમ.પી.શાહ એજ્યુકેશન સોસાયટી,કડી ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થનાના મધુર ગાનથી કાર્યક્રમ શરૂ થયો હતો. ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. પ્રિ. ડૉ.જી.ડી.ત્રિપાઠીએ સૌ મહેમાનોને શાબ્દિક સ્વાગતથી આવકાર્યા અને તરત પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.
આગામી વર્ષે કોલેજ નેક એક્રી.ગ્રેડ મેળવવા જઇ રહી છે. તે સંદર્ભની આ મિટીંગમાં ૧૦૦ ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.સી.ડી.ધંધુકિયા એ કર્યું હતું. આભાર દર્શન વા.પ્રિ.જે.એમ.ચાવડાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રિ.જી.ડી.ત્રિપાઠી. ના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here