ગુજરાત સોની સમાજ દ્વારા નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ નો અભિવાદન સમારોહ સુરત કેશવ ફાર્મ યોજાયો હતો જેમાં ગુજરાત ભરના સોની સમાજના આગેવાનો તેમજ સોની સમાજના રાજકીય આગેવાનો દ્વારા સી.આર. પાટીલ સાહેબ નું વિવિધ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સોની સમાજ દ્વારા ગુજરાત સોની સમાજના રાજકીય આગેવાનનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું જેમા ઉત્સાહી નવયુવાન શિક્ષણ પ્રેમી કેળવણીકાર દાહોદ જિલ્લા ભાજપાના મહામંત્રી નરેન્દ્રભાઈ સોનીને આ કાર્યક્રમ અતિથિ વિશેષ તરીકે સ્થાન મળ્યું હતું અને સુરત મુકામે સોની સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

જે દાહોદ જિલ્લાના સોની સમાજ માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ એ ગુજરાત સોની સમાજની એકતાના વખાણ કર્યા હતા અને આ સોની સમાજની એકતા તેમને કોઈ પણ ક્ષેત્રમાં ઉપયોગી નીવડશે અને ગુજરાત સોની સમાજ દ્વારા તેમનો અભિવાદન સમારોહ યોજવા બદલ સમગ્ર સોની સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો.
BG NEWS
સોહનસિંહ લબાના
દાહોદ