સિમેજ ગામે ભૂગર્ભમાં કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે GPCB ની ટીમે કંપનીમાં તપાસ હાથ ધરી : ઢાંકપિછોડો કરવા કંપનીએ ભૂગર્ભ ટાંકા ઉપર ચણતર કરી નાખ્યાંનો પર્દાફાસ

0
0

ધોળકા તાલુકાના સિમેજ ગામે આવેલ આઈનોકસ એર કંપની દ્વારા બોર વેલ બનાવી ભૂગર્ભમાં કેમિકલયુક્ત પાણી છોડવાનો મામલો ગરમાયો છે. આ કંપની દ્વારા ભૂગર્ભમાં કેમિકલયુક્ત પાણી ઉતારવામાં આવતા ખેડૂતો ને જમીન અને ખેતી નુકશાન થાય છે. આ મુદ્દે ગઈકાલે ધોળકા પ્રાંત અધિકારી ને સિમેજ ગામના ખેડૂતો એ આવેદનપત્ર આપ્યું હતુ. ત્યાર બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માં પણ રજૂઆત કરી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ સિમેજ ગામે આવી હતી અને આઈનોક્ષ એર કમ્પનીમ જઇ સવારથી તપાસ હાથ ધરી હતી. આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે સાંજના છ વાગ્યા સુધી GPCB ની તપાસ ચાલી રહી છે.
કમ્પની માં જ્યા બોરવેલ માં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે ત્યા કમ્પની ના જવાબદારો એ ચણતર કામ કરી નાખ્યું હોવાનુ બહાર આવતા GPCB દ્વારા આ ચણતર તોડીને પણ તપાસ કરવામાં આવી રહી છે. જો આ કંપનીમાં ઈ ટી પી પ્લાન્ટ નથી તો પછી GPCB એ આ કંપનીને પરવાનગી આપી કઈ રીતે ? તેવો પ્રશ્ન સિમેજ ગામના ખેડૂતો કરી રહ્યા છે.

રીપોર્ટ:- સહદેવસિંહ સિસોદીયા
બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here