સિધ્ધપુર ધારાસભ્ય નાં વરદ હસ્તે વાગડોદ અને કાકોશી ખાતેનાં PSA પ્લાટ ખુલ્લા મુકાયા..

0
13

કોરોના ની ત્રીજી લહેર મા સંકમિત દદીઓ માટે આ પ્લાન્ટ આશિર્વાદ રૂપ બનશે : ચંદનજી ઠાકોર..

પાટણ તા.20
સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પોતાની ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી 500-500 લીટરના તૈયાર કરાવેલ PSA પ્લાન્ટો નુ ગુરૂવારના રોજ કાકોશી અને જંગરાલ ખાતે ના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
આ પ્લાન્ટો નું ઉદઘાટન કરતા સિધ્ધપુર નાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર ગુજરાતની સાથે સાથે પાટણ પંથકમાં પણ કોરોના ની ત્રીજી લહેરને કારણે અસંખ્ય કેસો કોરોના પોઝિટિવ સામે આવી રહ્યા છે ત્યારે તાલુકા કક્ષાએ કાયૅરત કરવામાં આવેલ PSA પ્લાન્ટો કોરોના સંકમિત દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેમ જણાવી કોરોનાની ગાઈડ લાઈન ચુસ્તપણે પાલન કરવા ફરજીયાત માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેઓએ અપીલ કરી હતી.
કાકોશી ખાતેનાં પ્લાન્ટ નાં ઉદ્ધાટન પ્રસંગે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી પણ ઉપસ્થિત રહેનાર હતા પરંતુ તેઓ કોરોના સંકમિત બનતા ઉપસ્થિત રહી શક્યા ન હતા તેઓ જલ્દી સ્વસ્થ બને તેવી કામના સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે વ્યક્ત કરી હતી.
કાકોશીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજિત PSA પ્લાન્ટ નાં ઉદ્ધાટન પ્રસંગે પ્રદેશ ભાજપ નાં આગેવાન નંદાજી ઠાકોર સહિત રાજકિય આગેવાનો,કાયૅકરો અને અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોટર. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here