સિધ્ધપુર તાલુકાના દશાવાડા ગામ ખાતે વર્ષોથી ચાલતી આવતી પરંપરાગત રીત રિવાજ મુજબ બળેવની ઉજવણી કરાઇ

0
0

પાટણ,
અનિલ રામાનુજ રાધનપુર

મંદિર ની ખાસ વિશિષ્ટતા એ છે કે સંપૂર્ણ મંદિર એકજ પથ્થરમાંથી કોતરણી કરી બનાવેલ છે: એક હજાર વર્ષ કરતાં વધારે વર્ષ જૂનું અતિપ્રાચીન અને જુની કોતરણી વાળું શ્રી બ્રહ્માણી માતાજીનું મંદિર આવેલ છે

                 પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના દશાવાડા ગામ ખાતે વર્ષોથી ચાલતી આવતી પરંપરાગત રીત રિવાજ મુજબ બળેવની ઉજવણી કરવામાં આવી હતી. દશાવાડા ગામનાં યુવા આગેવાન કનુજી ઠાકોર અને ગામ લોકોના જણાવ્યા મુજબ સિધ્ધપુર તાલુકાના દશાવાડા ગામે ગુજરાત યાત્રાધામમાં સ્થાન ધરાવતું પૌરાણિક નિલકંઠ મહાદેવજીનું મંદિર છે અને એક હજાર વર્ષ કરતાં વધારે વર્ષ જૂનું અતિપ્રાચીન અને જુની કોતરણી વાળું શ્રી બ્રહ્માણી માતાજીનું મંદિર આવેલ છે. જે મંદિરની ખાસ વિશિષ્ટતા એ છે કે સંપૂર્ણ મંદિર એકજ પથ્થરમાંથી કોતરણી કરી બનાવેલ છે. અને આ મંદિરનો ઈતિહાસ પણ જુના અભ્યાસક્રમમાં ભણાવવામાં આવતા હતો. જે હાલ શ્રાવણ માસ દરમિયાન આ મંદિર ખાતે હજારો ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે અને આ મંદિર ખાતે એક અલગજ મહીમા જોવા મળે છે. 

અહીંના આજુબાજુ ના વિસ્તારનું આ મંદિર શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. આ મંદિરનું વિશિષ્ટ મહત્વ હોવાથી ગામ તથા આજુબાજુના ગામોમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અને પવિત્ર તહેવાર રક્ષાબંધન બળેવના દિવસે વર્ષોથી ચાલતી આવતી પરંપરાગત રીત રિવાજ મુજબ શ્રી બ્રહ્માણી માતાજીના અને નિલકંઠ મહાદેવજી મંદિરનાં ચોકમાં સર્વત્ર ગામલોકો ભેગા મળી ઢોલ નગારા સાથે પરંપરાગત રીત રિવાજ પ્રમાણે વિધિગત રીતે વાજતે ગાજતે ઢોલ નગારાં સાથે ગામના અન્ય મંદિરો શ્રીવિધિ કરવામાં આવે છે. આવનાર ચોમાસું તેમજ અંબાજી માતાજી, શ્રી હનુમાનજી, શ્રી ભૈરવદાદા, શ્રી હરપાળા વિરમહારાજ, શ્રી ખોડિયાર માતાજીના મંદિરે ધજા (નેજા) ચઢાવી ત્યારબાદ શ્રી નિલકંઠ મહાદેવ, શ્રી બ્રહ્માણી માતાજીના ચોકમાં ગ્રામજનો આવે છે.આવનાર વર્ષ ગામ માટે કેવું નિવડશે તેવા શુકન પણ અહીંયા જોવામાં આવે છે. જે આ શુકનનુ વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ આજુબાજુ વિસ્તારના લોકો આજરોજ પવિત્ર તહેવાર રક્ષાબંધન બળેવ નાં દિવસે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here