સાબરકાંઠા નાયક સમાજના સમૂહ લગ્ન બંધ રખાતા કન્યાઓના ઘરે જઈ કન્યાદાન ની ભેટ અપાઈ

0
8

ઇડર

સાબરકાંઠા નાયક સમાજ સમુહ લગ્ન સમિતિ ઈડર દ્વારા સ્વૈચ્છિક કન્યાદાન /રોકડદાન ના દાતાશ્રીઓ તરફથી આવેલ દાન કન્યાઓ ના ઘરે જઈ અર્પણ કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા સમૂહલગ્ન સમિતિદ્વારા 6 ફેબ્રુઆરી ના રોજ સમૂહલગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના ના કારણે સમાજના આગેવાનો દ્વારા સમાજના અને લોકોના હિત ને ધ્યાને રાખી સમૂહલગ્ન બંધ રાખવા મા આવ્યા હતા. જ્યારે સમાજના દાતા ઓ દ્વારા કન્યાદાન પેટે 32 પ્રકાર ની ચીજવસ્તુઓ ની ભેટ અને 5051 રૂપિયા રોકડ રકમ સહિત એકત્રીત થયેલ દાન કન્યા ના ઘરે જઈ સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવ્યું હતું .સમૂહ લગ્ન ને બંધ રાખી નાયક સમાજ દ્વારા બીજા સમાજને પણ આ કોરોના સંક્રમણ થી સમાજના લોકો ને બચાવવા ના પ્રયત્ન કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ઇડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here