સાબરકાંઠા જિલ્લામાં આજથી બોર્ડના રીપીટર વિધાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ

0
12

*સાબરકાંઠા જિલ્લામાં આજથી બોર્ડના રીપીટર વિધાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ*

*ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં  ૩૨૨૦ અને વિજ્ઞાન પ્રવાહમાં ૬૮૮ વિઘાર્થીઓ પરીક્ષા આપશે*

*ધોરણ ૧૦માં ૨૦  કેન્દ્રો પરથી ૧૩,૦૫૨ વિઘાર્થીઓ પરીક્ષા આપશે*

કોરોનાકાળ બાદ રાજયમાં ધોરણ ૧૦ અને ૧૨ના સામાન્ય વિજ્ઞાન પ્રવાહના રીપીટર અને ખાનગી વિધાર્થીઓની આજે તા. ૧૫ જુલાઇ ૨૦૨૧થી પરીક્ષા પ્રારંભ થવાની છે. જેમાં આ વર્ષે શરૂ થનાર બોર્ડની પરીક્ષામાં સાબરકાંઠા જિલ્લામાં એસ.એસ.સીના ૨૦ કેન્દ્રો પરથી ૧૩૦૫૨ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધોરણ ૧૨ના  વિજ્ઞાન પ્રવાહમાં ૬૮૮ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જયારે સામાન્ય પ્રવાહના ૩૨૨૦ વિઘાર્થીઓ ૧૪૦ બ્લોક પરથી પરીક્ષા આપશે. આ બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન માટે એસ,એસ,સીના હિંમતગનગર અને ઇડર ઝોન  બનાવવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ બાદ પ્રથમવાર પરીક્ષા યોજાનાર હોય વિધાર્થીઓના આરોગ્યની ચિંતા કરી પરીક્ષાખંડમાં પ્રવેશ કરતા પહેલા તેમનું થર્મલ ગનથી ચકાસણી અને સેનિટાઇઝેશન અને માસ્કની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો પરીક્ષા દરમિયાન કોઇ વિધાર્થીને કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાય તો તેના માટે અલાયદી બેઠક વ્યવસ્થા પણ રાખવામાં આવશે, કોરોનાને લઇ પરીક્ષા દરમિયાન શાળની બહાર વાલીઓના ટોળા એકત્ર ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા માટે સબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે. જિલ્લાના સંવેદન અને અતિસંવેદનશીલ કેન્દ્રો  તેમજ તમામ કેન્દ્રો સીસીટીવીની સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વ્યાસે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

*અલ્પેશ નાયક સાબરકાંઠા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here