સાબરકાંઠા જિલ્લાના ૪૫ વર્ષથી વધુના ૨.૨૫ લાખ લોકોને પ્રથમ જ્યારે ૮૮૨૧૨ લોકોને રસીનો બીજો ડોઝ અપાયો

0
46

હાલ સમગ્ર રાજયમાં કોરોનાના દિન પ્રતિદિન કેસો સામે આવી રહ્યા છે ત્યારે કોરોનાના સંક્રમણથી બચવા રસીકરણ એ અક્સીર ઇલાજ છે. જેને સાબરકાંઠા જિલ્લામાં અભિયાન સ્વરૂપે રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૪૫ વર્ષથી વધુના ૨.૨૫ લાખ લોકોને પ્રથમ જયારે ૮૮૨૧૨ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 
રાજયમાં ૪૫થી વર્ષથી  વધુના લોકોને રસીકરણના પ્રથમ તબક્કામાં આવરી લેવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ ડોઝનું ૬૫.૭૧ ટકા રસીકરણ પૂર્ણ થયું છે જયારે બીજા ડોઝમાં અત્યાર સુધી ૫૨.૬૦ ટકા લોકોને આવરી લેવાયા છે.
જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રથમ ડોઝમાં આપવામાં આવ્યો હોય તેની વિગત જોઇએ તો હિંમતનગરના ૫૨૮૮૧, ઇડરના ૪૫૨૪૯, ખેડબ્રહ્માના ૨૪૧૦૩, પોશીના ૧૪૯૬૪, પ્રાંતિજના ૨૭૫૮૩, તલોદના ૨૭૬૯૭, વડાલીમાં ૧૫૧૩૭ જયારે વિજયનગરના ૧૮૧૩૧ લોકોને આવરી લેવાયા છે.    
જયારે બીજા ડોઝમાં ઝડપી રસીકરણ હાથ ધરતા અત્યાર સુધી ૫૨.૬૦ ટકા લોકોને રસીકરણ કરાયું છે. જેમાં હિંમતનગરના ૫૮.૨૫ ટકા, ઇડરના ૬૭.૬૧, ખેડબ્રહ્માના ૩૯.૧૨, પોશીના ૩૭.૯૦, પ્રાંતિજના ૫૩.૫૨, તલોદના ૫૧.૩૦, વડાલીમાં ૫૫.૯૫ જયારે વિજયનગરના ૨૮.૨૧ ટકા રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.
આ ઉપરાંત જિલ્લાના ૧૨૭૫૯ હેલ્થવર્કર પ્રથમ ડોઝ અને ૯૮૭૯ને બીજો ડોઝ અપાયો છે તો ૧૭૯૬૦ ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સ પ્રથમ ડોઝ  જયારે ૧૧૮૯૨ને દ્વિતીય ડોઝ આપીને સુરક્ષિત કરાયા છે.
                                           *અલ્પેશ નાયક સાબરકાંઠા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here