સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

0
2

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે આ સેવાકીય કાર્યનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે 11 જુલાઈ ને મંગળવારના રોજ શ્રી નરેશભાઈ પટેલના 58મા જન્મદિવસે રાજ્યભરના 58થી વધુ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો.

જેમાં શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે સાબરકાંઠા જિલ્લા માં મંછીબા રાયચંદભાઇ પટેલ (લેઉઆ પટેલ)સમાજવાડી ,ખેડ તસીયા રોડ , મહાવીરનગર, હિંમતનગર ખાતે કેમ્પ યોજાયો .આ બ્લડ ડોનેશન કેમ્પમાં 25 થી વધારે સેવાભાવી મિત્રો રક્તદાન આપ્યું .અને કેમ્પમાં લેઉઆ પાટીદાર સમાજ સાબરકાંઠા ના પ્રમુખ સંજયભાઈ પટેલ ,યુથ ફ્રોમ ના પ્રમુખ આષીશભાઈ તેમજ સમાજના હરેશભાઇ ,ઈશ્વરભાઈ અને ખોડલધામ સમિતિ સાબરકાંઠા જિલ્લા ના મુખ્ય કન્વીનર શ્રી કુલદીપભાઈ પટેલ , સાથે વિધાર્થી સમિતિના જિલ્લા કન્વીનર સૌરાભભાઈ તેમજબ્રિજેશભાઈ ભાવેશભાઈ,મિતેષભાઈ ,જગદીશભાઈ ,હિતેશભાઈ,ધર્મેન્દ્રભાઈ,અમિતભાઇ તેમજ સમાજના અગ્રણીઓ,યુવાઓ ઉપસ્થિત રહીને બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષા રોપણ કાર્યક્રમ ભવ્ય બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here