સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૨મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…

0
132

સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૨મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જેમાં કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. રાજેન્દ્ર પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ત્રિરંગાને આન બાન શાન સાથે સલામી આપવામાં આવી હતી ત્યારબાદ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓ રમતવીરોનું ટ્રોફી પ્રમાણપત્ર આપી સન્માન કરાયું કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય પર્વની સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમમાં યોગ નિદર્શન, દેશભક્તિ ગીત, ડોગ સ્કોર્ડના હૈરત ભર્યા કરતબો, રજૂ કરાયા હતા અને પોલીસ વિભાગ દ્વારા પ્લાટુન કમાન્ડર દ્વારા માર્ચ પાસ્ટ ધોડે સવારી યોજી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય હેઠળ સિવિલ સરપ્રતાપ જનરલ હોસ્પિટલ હિંમતનગરને પ્રમાણપત્ર તથા મેડીકલ હોસ્પિટલને પ્રમાણપત્ર, ડો. નટુભાઇ અને ડો.જી.ડી. પટેલને અર્પણ કરાયા હતા. વર્ષ ૨૦-૨૧ માં કાયાકલ્પ અંતર્ગત જિલ્લામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દેરોલ, ડોભાડા, બાલીસના તથા નેશનલ લેવલથી પ્રાપ્ત થયેલ બાલીસના અને વીરપુરને પ્રમાણપત્રો અને ટ્રોફી એનાયત કરાયા હતા. જેમાં પ્રાંતિજના બાલીસણા આરોગ્ય કેન્દ્રમાં સર્વશ્રેષ્ઠ કામગીરી બાબતે મુખ્ય જિલ્લાના આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડોક્ટર આર કે યાદવ સાહેબને NQAS નેશનલ એવોડ તેમજ રાજ્ય લેવલે કાર્યકલ્પ એવોડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સાંસદશ્રી દિપસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદ શ્રી રમીલાબેન બારા, જિલ્લા પોલીસ વડા શ્રી નીરજ બડગુજર, અધિક કલેકટર શ્રી એચ.આર મોદી, જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, આમંત્રિત મહાનુભવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

અલ્પેશ નાયક
BG NEWS
પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here